રાજકોટમાંથી ગુમ થયેલા બાળકો મુંબઇથી મળી આવ્યા

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજકોટમાં ગત રોજ બે બાળકો શાળાએ ગયા બાદ ઘરે પરત ન આવતા પરિવારજનો ચિંતાતુર થઈ ગયા હતા. અને બાળકોની તપાસ આદરી હતી. જોકે આજે આ બાળકો મુંબઇ તેમના દાદીને ત્યાંથી મળી આવતા પોલીસ તથા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.મળતી માહિતી મુજબ બંને બાળકો નામે દર્શન અને રૂષિકેશ છે. જે રાજકોટની શ્રદ્ધા સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકો સવારે શાળાનું જવાનું કહીને ઘરેથી નીકળ્યા પરંતુ શાળામાં પહોંચ્યા ન હતાં. આથી ચિંતિત પરિવારે રાજકોટના મલવિયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બાળકોની સાઇકલ શાળાની બહાર જોવા મળી હતી.

Gujarati

જેમા સ્કૂલ બેગમાંથી શોધખોળ કરતા બેગમાંથી એક ચિત્ર દોરેલું જોવા મળ્યું હતું. ચિત્રમાં કાર દોરેલી હતી અને તેની સાથે હેપી જર્ની લખેલું હતું. તેમની બેગમાંથી મળેલ નક્શામાં ઘરેથી જ્યાં સાયકલ મુકી ત્યાં સુધીનો નક્શો દોર્યો હતો. પોલીસની શોધખોળ બાદ બાળકો તેના દાદી પાસે મુંબઇના વિરાર વિસ્તારમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. બાળકોના પરિવારમાં માતા છે પિતા નથી અને માતા એકલા હાથે બાળકોની સારસંભાળ રાખતી હોવાથી અચનાક બાળકો ગુમ થઈ જતા માતા દિગ્મૂઢ જેવી બની ગઈ હતી. જોકે બાળકો હેમખેમ હોવાનુ જાણતા તેમના જીવમાં જીવ આવ્યો હતો. બાળકોને પોલીસ રાજકોટ લાવશે ત્યારે જ ખબર પડશે કે બાળકો અચાનક મુંબઈ કેવી રીતે પહોંચી ગયા.

English summary
Missing children from rajkot were found in mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.