આસારામ સામે ફરિયાદ કરનાર યુવતીને પરેશાન કરે છે પાડોશી

અમદાવાદ, 28 ડિસેમ્બર: સંત આસારામ બાપુ પર શારીરિક શોષણનો આરોપ લગાવનાર અમદાવાદની યુવતી અચાનક ગાયબ થઇ જવાના સમચાર આવ્યા, બાદમાં કહેવામાં આવ્યું કે તેનું અપહરણ થઇ ગયું છે, પરંતુ હવે માલુમ પડ્યું છે કે તે ઇંદોરમાં હતી. યુવતીનું કહેવું છે કે પડોશીઓ તેને રોજેરોજ મેણા મારતા હતા, એટલા માટે તે ઇંદોર ચાલી ગઇ હતી. જોકે હાલમાં તે સુરતમાં છે.

યુવતી ગુજરાતના સુરત જિલ્લાની મૂળ નિવાસી છે અને હવે તે જ્યારે મીડિયાની સામે આવી તો તેણે તમામ વાતો મીડિયાને કહી સંભળાવી. પીડિત યુવતીએ રવિવારે જણાવ્યું કે તે પોતાના પતિ અને પુત્રની સાથે સુરતથી ઇંદોર ચાલી ગઇ હતી. તેની પર કોઇનું દબાણ ન્હોતું કે તેને કોઇએ પણ ન્હોતી ધમકાવી. તેનું કહેવું છે કે તે ટૂંક સમયા અમદાવાદની કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવશે.

asaram
મકાનમાલિક કરે છે પરેશાન
આ યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આસારમે વર્ષ 1997થી લઇને 2006 સુધી તેનું શારીરિક શોષણ કર્યું. યુવતી આ જ માસની 14 તારીકે સુરતથી ઇંદોર પહોંચી. તેનું કહેવું છે કે તે સુરતમાં ખૂબ જ પહેશાન હતી. તેને પાડોશીઓ પરેશાન કરતા હતા, જાત જાતના મેણા મારતા હતા, માટે તે ત્યાં આવી ગઇ. તે તુરંત અમદાવાદ પાછી આવી જશે.

પીડિતાનું કહેવું છે કે સુરતના જે મકાનમાં તે રહે છે, તેનો માલિક તેને મકાન ખાલી કરવા માટે કહી રહ્યો છે. આ ઉપરાંત પડોશીઓને આ વાત પર આપત્તી છે કે તેને સુરક્ષા માટે આપવામાં આવેલ પોલીસ જવાન તેના ઘરે કેમ આવે છે.

આ એ જ યુવતી છે, જેની નાની બહેન આસારામ બાપુના બેટા નારાયણ સાઇ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. હાલમાં બંને બાપ-બેટો જેલની હવા ખાઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X