Gujarat Weather News: આગામી સાત દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Weather News: ગુજરાતમાં વરસાદે ફરી એક વખત એન્ટ્રી કરી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસારી ગઈ છે. વરસાદના કારણે લોકોની ગરમીમાંથી થોડાક અંશે રાહત મળી છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Weather News

Gujarat Monsoon: રાજ્યમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. આજે, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની શક્યતા હોવાથી, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 70 ડેમ હાઈએલર્ટ પર છે જ્યારે 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર પર છે. સરદાર સરોવર ડેમમાં 75 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 21 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 78.99 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં 78.81 ટકા, સૌરાષ્ટ્રમાં 76.36 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા જ્યારે પૂર્વ-મધ્યમાં 71.97 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 66 ડેમ 70થી 100 ટકા, 36 ડેમ 50થી 70 ટકા, 30 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 19 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ તથા 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X