For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાંકરિયા તળાવ ફરતે આધુનિક સાઇનેજ સિસ્ટમ લગાવાશે

|
Google Oneindia Gujarati News

kankaria-lakefront-development
અમદાવાદ, 28 મે : ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ રૂપિયા 36 કરોડથી વધુ રકમ ખર્ચીને કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. નવનિર્માણ પામેલું કાંકરિયા તળાવ 4 જાન્યુઆરી, 2009થી સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું છે. ચાર વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં 4.30 કરોડથી વધુ સહેલાણીઓએ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત લીધી છે. જોકે દરરોજ તેરથી પંદર હજાર સહેલાણીઓ કાંકરિયા તળાવની મુલાકાતે આવતા હોઈ ચાર વર્ષ બાદ તંત્ર દ્વારા આ સહેલાણીઓ નગીનાવાડી, બાલવાટિકા, કિડસ સિટી વગેરે શોધવામાં અટવાય નહીં તે માટેનાં ચક્ર ગતિમાન કરાયાં છે.

કાંકરિયા લેકફ્રન્ટ ડેવલપમેન્ટ અમદાવાદની ઓળખ સમાન બન્યું છે. અમદાવાદના મહેમાન બનનારાઓને કાંકરિયા તળાવની એકાદ વાર મુલાકાત લેવાનું અવશ્ય મન થાય છે. જોકે અજાણ્યા સહેલાણીઓને નગીનાવાડી, બાલવાટિકા, કિડ્સ સિટી શોધવામાં ફાંફાં પડી જાય છે. કાંકરિયામાં 'એન્ટ્રી' લીધા બાદના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવી એ અજાણ્યા સહેલાણીઓ માટે ક્વાયત બની જાય છે.

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

કાંકરિયા લેકફ્ર્ન્ટ ડેવલપમેન્ટ

આને બદલે શહેરીજનો તેમજ અજાણ્યા સહેલાણીઓને કાંકરિયામાં એન્ટ્રી લે તેની અગાઉ આધુનિક પ્રકારની લાઇટિંગ ધરાવતી સાઇનેજ સિસ્ટમના આધારે કાંકરિયા લેકફ્રન્ટમાં નગીનાવાડી, કિડ્સ સિટી વગેરે ક્યાં આવ્યાં? કયા ગેટ પરથી એન્ટ્રી લેવાથી આ સ્થળ નજીક પડશે વગેરેની માહિતી સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવશે.

સત્તાવાળાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી (જનભાગીદારીથી) કાંકરિયા તળાવને ફરતે આધુનિક સાઇનેજ સિસ્ટમ ગોઠવશે. હાલ આ માટેની અલગ અલગ પ્રકારની ચાર ડિઝાઇનની પ્રક્રિયા ચાલુ હોઈ સાઇનેજ સિસ્ટમ માટેની ટેન્ડરિંગની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

વર્ષ 2008થી કાંકરિયા ખાતે કાર્નિવલની ભપકાદાર ઉજવણી કરવામાં આવે છે. છેલ્લાં પાંચ કાંકરિયા કાર્નિવલ દરમિયાન સરેરાશ 25 લાખથી વધુ લોકોએ કાર્નિવલના વિવિધ આકર્ષણોની મજા માણી છે. દર વર્ષે 25થી 31 ડિસેમ્બર દરમિયાનના કાંકરિયા કાર્નિવલ ઉપરાંત સહેલાણીઓ માટે મિની ટ્રેનની સફર પણ રોમાંચક બની છે. 38 લાખ સહેલાણીઓએ મિની ટ્રેનની સફર માણી છે. કિડસ સિટીની બે વર્ષથી ટૂંકા સમયગાળામાં બાળકો અને વાલીઓ સહિત 1.60 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે બલૂન સફારી પ્રોજેક્ટના સપ્ટેમ્બર 2010ના લોકાર્પણ બાદ 3.30 લાખથી વધુ બાળકો અને વયસ્કોએ બલૂન સફારી રાઇડનો આનંદ લીધો હતો.

English summary
Modern signage system to be placed around Kankaria lake development.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X