• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2014ની ચૂંટણી કોઇ પક્ષ કે નેતા નહીં સવાસો કરોડ જનતા લડશેઃ મોદી

By Super
|

ગાંધીનગર, 22 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી સંસ્થા દ્વારા અમેરિકામાં ફ્લોરિડાના ટેમ્પા ખાતે યોજાનાર સમારોહમાં ઉપસ્થિત રહેનાર બિનનિવાસી ભારતીય અને ગુજરાતીઓના સમુદાયને સંબોધી રહ્યાં છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમય પ્રમાણે સવારે ૬.૩૦ કલાકે પોતાના નિવાસસ્થાનેથી વીડિયો કોન્ફરન્સ થકી સંબોધન કરવામાં આવી હતી. અહીં વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નૈરોબીમાં ઘટેલી ઘટનાને યાદ કરીને આ ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે, નૈરોબીની ઘટનાએ આતંકવાદનું નવું સ્વરૂપ છે. આતંકવાદ પોતાની જડો જમાવી રહ્યું છે. માનવતાને લલકારી રહ્યું છે. ગત કાલે નૈરોબીની ઘટના પણ એ વૈશ્વિસ હંસા અને આતંકવાદના રૂપમાં જોવામા આવવી જોઇએ, મહાત્મા ગાંધીની આ ધરતી અને આદર્શ આપણને કહીં રહ્યાં છે કે, ચાલો, આપણે વિશ્વમાં માનવતાવાદી શક્તિને સંગઠિત કરીએ અને આતંકવાદથી માનવજાતને મુક્તિ આપવાનું કામ જે આપણી સામે છે, તે કરીએ.

આતંકવાદ અને હિંસાને એક જ પેરામિટરથી તોલવી જોઇએ

હિંસા ગમે ત્યાં, ગમે તે સ્વરૂપે કેમ ના હોય, તેના પ્રત્યેના અલગ-અલગ તરાજું ના હોવા જોઇએ. આતંકવાદ અને હિંસાને એક જ પેરામિટરથી તોલવી જોઇએ, પરંતુ ક્યારેક-ક્યારેક વિશ્વના કેટલાક દેશો છે, જે આતંકવાદીની ઘટનાઓને લઇને સિલેક્ટિવ છે, ક્યાંક નાની ઘટનાને તો ક્યાંક મોટી ઘટનાને લઇને કેટલાક દેશો પાતની સિલેક્ટિવ વિચારસરણી રજૂ કરે છે, જેના કારણે હિંસા અને આતકંવાદ ફેલાવનારાઓને ખુલ્લું મેદાન મળવા લાગ્યું છે.

આજે મને અટલ બિહારી વાજપાયીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર યાદ આવે તે સ્વાભાવિક છે. અટલજી અને અડવાણીજીના નેતૃત્વનો એ છ વર્ષનો કાર્યકાળ દેશ અને વિશ્વ માટે દિશાદર્શક છે. પાડોશી દેશો સાથે મિત્રતા, ગરીબની થાળીમાં રોટલીનો વિષય હોય, નવજવાનની રોજગારીની ચિંતા હોય અથવા તો વિશ્વમાં ભારત માતાને ગૌરવ અપાવવાની પહેલ હોય, એકપણ ક્ષેત્ર એવું નહોતું, જ્યાં એનડીએ સરકારના આ નેતૃત્વએ આખા વિશ્વમાં વિશ્વાસ પેદાના કર્યો હોય.

દેશની સ્થિતિની વિશ્વમાં ફેલાયેલા ભારતીયો ચિંતિત થાય તે સ્વાભાવિક

તેમણે વધુમાં કહ્યું કે, 20ની સદીના ઉત્તરાર્ધમાં દેશ આગળ વધી રહ્યો હતો અને 21મી સદી માત્ર હિન્દુસ્તાનની છે એ વાતનો સ્વિકાર વિશ્વની તમામ સત્તાઓએ કોઇને કોઇ રીતે કર્યો હતો, પરંતુ અટલજીના નેતૃત્વવાળી એનડીએ સરકાર જતાં જ આ સ્વપ્ન તૂટી ગયું, બધાના સ્વપ્નો વિખેરાઇ ગયા, એનડીએના શાસનમાં દેશ જ્યાં હતો ત્યાંથી આગળ વધવાનો વિચાર તો છોડો પરંતુ આપણે પાછળ અને ઘણે નીચે જતાં રહ્યાં. ત્યારે વિશ્વ ભરમાં ફેલાયેલા હિન્દુસ્તાનીઓ પીડિત થાય તે સ્વાભાવિક છે.

આપણે વિશ્વમાં રહેતા હોઇએ અને ત્યાં ગમે તેટલી ઉંચાઇ મેળવી હોય, સિદ્ધિ હાંસલ કરી હોય, પરંતુ તમારું મૂળ ક્યાં છે એ વાત પણ મહત્વ ધરાવે છે, વિશ્વ તમારી સાથે તમારા મૂળને પણ જોતી હશે અને જ્યારે આ દેશ વિવાદોથી ઘેરાયેલો હોય સંકટને સહી રહ્યો હોય, દરરોજ ખરાબ સમાચાર આવતા હોય, ત્યારે મનમાં એક ભાર રહે છે, આપણે હિન્દુસ્તાનમાં હોઇએ કે બહાર, પરંતુ આપણે દેશ અને આપણો સમાજ પાછળ ના રહે તે મનમાં ખટકતું રહે છે. જ્યાં સુધી આપણે આગળ નહીં વધીએ, સાથે મળીને આગળ નહીં વધીએ ત્યાં સુધી, દેશને આગળ લઇ જવા માટે પુરસાર્થ અને પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી આપણને આપણી સિદ્ધિ અને સફળતાં પણ આનંદ નહીં આપી શકે.

વિશ્વમાં ફેલાયેલા ભારતીયો દેશ માટે કંઇક કરવા માગે છે

આપણે ભારત માતાના સંતાનો છીએ, આપણે જ્યાં છીએ ત્યાં મા ભારતીના કારણે છીએ, આપણે ભણ્યા છીએ તો તેમાં પણ કોઇ ગરીબનું યોગદાન હશે, આપણે કંઇક મેળવ્યું હશે તો તેમા પણ આપણી માટી, સમુદાયનું યોગદાન રહ્યું હશે, આપણા જીવનને સારું બનાવનારાઓ અંગેની ઘટનાઓને યાદ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે, આપણા મનમાં એક વિચાર આવે કે આપણે પણ દેશ માટે કંઇક કરીએ, અને કંઇક કરવાનો તમારો આ પ્રયાસ, દેશ માટે કંઇક કરવાની તમારી કોઇ ઇચ્છાની અભિવ્યક્તિ છે, ગર્વ છે કે, વિશ્વમાં ફેલાયેલા ભારતીયો દેશ માટે કંઇક કરવા માગે છે અને તેથી વિશ્વભરમાં ફેલાયેલા તમામ કાર્યકર્તાઓને હું શુભકામનાઓ પાઠવું છું.

એનડીએના રૂપમાં દેશની સેવા કરવાનો જનતાએ અવસર આપ્યો

હું તમારી વચ્ચેનો એક છે, તમારા લોકોની વચ્ચે મને કાર્ય કરવાની તક મળી છે, પોતાના જીવનને જવાબદારી અનુરુપ ઢાળવાનું તમે શીખવ્યું છે, આ ભાજપે શીખવ્યું છે, પંડિત દિનદયાળના આદર્શ, અટલ-અડવાણીના નેતૃત્વએ શીખવ્યું છે. છ દશકામાં આ પાર્ટી ઉંચી આવી છે, વિશ્વમાં કોઇપણ દળને સત્તા મેળવવા માટે અનેક વર્ષો લાગી જાય છે, બ્રિટનની વાત કરવામાં આવે તો લેબર પાર્ટીને અનેક વર્ષો લાગ્યા હતા અને એ લાંબા સમયગાળા બાદ તેને સત્તા પર આવવાની તક મળી હતી, પરંતુ ભાજપને જન્મના કેટલાક વર્ષો પછી જ એનડીએના રૂપમાં દેશની સેવા કરવાનો જનતાએ અવસર આપ્યો. કોઇ એક દળ માટે ઓછા સમયમાં વિશ્વમાં પોતાને આ રીતે અર્જીત કરવો એ કોઇ નાની વાત નથી અને આ વિશ્વાસ અર્જીત કર્યો છે, તો કાર્યકર્તાઓના ચરિત્ર, પરિશ્રમ અને સમર્પણના કારણે થયો, પરંતુ દેશે ક્યારેય આપણને જોયા નહોતા, તેમને એ ખબર નહોતી કે દેશનું ભલું કરશે, તેમ છતાં જવાબદારી સોંપી હતી, આ સિદ્ધિ કોઇ દળ માટે નાની નથી હોતી.

નવી દ્રષ્ટિ સાથે લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધવું જોઇએ

ભારતીય જનતા પાર્ટી મોટી અનામત છે, જે કાશ્મિરથી કન્યાકુમારી સુધી આખા ભારતમાં ફેલાયેલી છે. જેના કારણે સામાન્ય માનવી સાથે તેનો વિશ્વાસનો નાતો જોડાયેલો છે. વિશ્વનમાં ફેલાયેલા ભારતીયોએ દેશની રાજકિય હવાને જોઇ છે અને આજે તેમનામાં વિશ્વાસ પેદા થયો છે કે, આજે હિન્દુસ્તાનને આ કપરી સ્થિતિમાંથી કોણ બહાર કાઢી શકે છે. સામાન્ય અવાજ ઉઠ્યો છે કે ભાજપ જ દેશને આ સ્થિતિમાંથી બહાર કાઢી શકે છે. ભાજપની જ સંગઠન શક્તિ, ભારતનું ભલું કરવાની અદમ્યા ઇચ્છા, વિશ્વ સામે નહીં ઝૂકીને લડવાનું સામર્થ્ય દેશને આગળ લાવી શકે છે. સારા વિચારોની ક્યાંય ખોટ હોતી નથી, હિન્દુસ્તાનમાં પણ જ્ઞાનની કમી નથી, પરંતુ આ જ્ઞાનને પુસ્તકોની જેમ લાઇબ્રેરીમાં રાખવા માટે નહીં, પરંતુ જ્ઞાન અને અનુભવને સાથે જોડીને નવી દ્રષ્ટિ સાથે લક્ષ્ય નિર્ધારિત કરીને આગળ વધવું જોઇએ.

આજે દેશમાં આશા અને વિશ્વાસનો માહોલ બન્યો છે

તેમણે વધુમા કહ્યું કે, ચર્ચાઓમાં માર્ક મળી જાય પરંતુ વિશ્વાસ જીતી શકાતો નથી. આજે દેશમાં આશા અને વિશ્વાસનો માહોલ બન્યો છે, અને તેનું કારણ છે, ભાજપના કાર્યકર્તાઓને જ્યારે પણ કોઇ જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે તેણે તેમનામાં રહેલી શક્તિ અને સામર્થ્યતાનો ઉપયોગ કરીને પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયાસ કર્યો છે. આજે દેશમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ પેદા થયો તેની પાછળનું કારણ તેનો ભવ્ય ભૂતકાળ છે. જો અટલ-અડવાણી એનડીએમાં ના હોત તો, મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણનું નેતૃત્વ વિફળ ગયું હોત તો, ભાજપને કોણ પૂછત, માઓવાદના કારણે સંકટોમાં ઘેરાયેલા છત્તીસગઢને ડો. રમણસિંહે આર્થિક સામર્થ્ય ના આપ્યું હોત તો, ભરતસિંહ શેખાવત અને વસુંધરા રાજેએ જે રાજસ્થાનમાં પુરસાર્થ કર્યો છે તેના કારણે આજે જ્યારે રાજસ્થાનની સરકારને જોવામાં આવે છે, ત્યારે વસુંધરા રાજેએ દરેક પગલે કંઇક ને કંઇક કર્યું હતું તેવો વિશ્વાસ આજે લોકોમાં જાગ્યો છે.

ભાજપનો કાર્યકાળ ઉત્તમ જોવા મળશે

મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપની યુતિ, ગોવામાં પરિકરની સરકારે, કર્ણાટકમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રે જે નવા આયામો રચ્યા છે, વિગેરે જ્યાં-જ્યાં તક મળી છે, પોતાનું સર્વોચ્ચ આપવાનો પ્રયાસ કર્યો છે. બિહારમાં સુશિલ મોદીએ તેમની પાસે રહેલા તમામ ખાતાઓમાં ઉત્તમ સેવા આપી હતી. નોર્થ ઇસ્ટમાં પણ એકાદ વ્યક્તિને જ્યારે પણ તક મળી ત્યારે કંઇકને કંઇક કરી દર્શાવ્યું છે. દરેક ભાજપના કાર્યકર્તાઓમાં એજ ઇચ્છાઓ હોય છે, દરેકમાં હિન્દુસ્તાન માટે કંઇક કરવાની આકાંક્ષા હોય છે. આ દેશે અનેક સરકારો જોઇ છે. આજે દેશની સત્તા સામે અલગ-અલગ વિચારોના બધા મોડલ હાજર છે, દેશે ત્રણ-ત્રણ કે ચાર દશકા સુધી કોંગ્રેસની સત્તાને જોઇ છે. દેશની જનતાએ પ્રાદેશિક પક્ષોની સરકારને પણ જોઇ છે. પરિવારોની સરકારને પણ જોઇ છે. 60 વર્ષ સુધી કોંગ્રેસી રાજકારણની સરકાર જોઇ છે. ભિન્ન ભિન્ન રાજ્યોમાં એનડીએ થકી ભાજપના કાર્યકાળને પણ જોયો છે.ત્યારે અર્થશાસ્ત્રીઓ, નૈતિકતાની વાતો કરનારાઓને હું આહવાન કરું છું કે, આજે સમયની માંગ છે કે ચારેય પ્રકારની સરકારે શું કામ કર્યું છે, તેમની પ્રાથમિકતા શું હતી, કેટલું સારું કર્યું, તેના લેખા જોખા કરવામાં આવે, ચારેય પ્રકારની સરકારના લેખા જોખા થશે તો ભાજપનો કાર્યકાળ ઉત્તમ જોવા મળશે.

ભેદભાવ વગર બધાનું કામ ભાજપના નેતૃત્વમાં થયું

તેમણે વધુંમા કહ્યું કે, ભેદભાવ વગર બધાનું કામ ભાજપના નેતૃત્વમાં થયું અને આ જ તપસ્યા છે કે જે આજે રંગ લાવી છે, છેલ્લા 50 વર્ષનું પુરસાર્થ છે, જેણે સામાન્ય માનવીના નમાં આશાને જગાવી છે, તેથી આજે હું અનુરોધ કરું છું કે, કોઇની આલોચનામાં સમય બરબાદ નહીંને આપણે જે કર્યું છે, તે દર્શાવીએ. 2014માં લોકસભાની ચૂંટણી છે, દેશની સરકારને પસંદ કરવાની છે, સત્તા કોના હાથમાં આપવી તેનો નિર્ણય કરવાનો છે, લોકતંત્રનું એ દાયિત્વ રહે છે કે, દરેક સરકારે પોતાના દ્વાર કરવામાં આવેલા કામનો હિસાબ આપવાનો છે, હું જોઇ રહ્યું છું કે, શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના ખૂણે-ખૂણે ફરીને પોતાના નેતૃત્વમાં મધ્યપ્રદેશમાં શું કાર્યો કરવામાં આવ્યા તે જણાવી રહ્યાં છે, ડો. રમણસિંહ પણ છત્તીસગઢમાં ફરીને પોતાના કામનો હિસાબ આપી રહ્યાં છે, પરંતુ આ દિલ્હીની સરકાર નવ વર્ષથી સત્તા પર છે, પરંતુ ચૂંટણી સમયે પણ પોતાના કામનો હિસાબ જનતાને આપવા તૈયાર નથી.

મારું ભાષણ પુરુ થતાં જ ગુજરાતમાં શું કર્યું તેના પર કરાશે ચર્ચા

એકપણ કોંગ્રેસી કે યુપીએનો નેતા નવ વર્ષમાં શું કરવામાં આવ્યું તેનો હિસાબ આપવા તૈયાર નથી. ચૂંટણીની ચર્ચા કરવાના બદલે મારું ભાષણ પુરું થતાં જ ગુજરાતમાં શું કરવામાં આવ્યું તેના પર ચર્ચા કરવામાં લાગી જશે. પરંતુ તેમને કહીં દઉં કે હું 2012માં હિસાબ આપી ચૂક્યો છું અને ગુજરાતની જનતાએ મોદીને ત્રીજી વાર ડિસ્ટિક્શન માર્ક આપીને પાસ કર્યા છે, હવે હિસાબ આપવાનો વારો તમારો છે, તેથી કોંગ્રેસના મિત્રો દેશની જનતાનું ધ્યાન કેવી રીતે બીજી દિશામાં ભટકાવવામાં આવે તેવા રસ્તાઓ શોધી રહ્યાં છે, તે આપણે જાણવા પડશે અને આ કામ એક નાગરીક તરીકે આપણે શોધવા પડશે.

ગુજરાતનો મોડલની ચર્ચા થાઇ રહી છે દેશમાં

જ્યારે પણ ચર્ચા કરવામાં આવે છે, ત્યારે ચર્ચામાં નવ વર્ષમાં શું કરવામાં આવ્યું તેનો હિસાબ માગવામાં આવતો નથી, તેઓ માત્ર ગુજરાતની વાત પર ચર્ચા કરે છે, જે સારું પણ છે કે દેશમાં ગુજરાતના મોડલની ચર્ચા થતી રહે છે, અહીં કેવી ગતિએ કામ થઇ રહ્યું છે, તેની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ હું કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે, તેમની પાસે શું વિઝન છે. ભાજપ એક વિઝન સાથે આગળ વધે છે, તેમ છતાં માની લો કે ભાજપના વિઝનથી કન્વિન્સ ના હોવ પણ તમે એ વાતનો સ્વિકારશો કે અટલજીના સમયમાં દેશનો ગ્રોથ 8.4 ટકા હતો, જે કોંગ્રેસની સરકારના રાજમાં 4.8 ટકા છે. જેને આપણે પાછું 8.4 અને તેથી આગળ લાવવાનું છે તે વિઝન છે.

કોંગ્રેસ પર આકરા પ્રહાર

કોંગ્રેસના રાજમા જે મોંઘવારી છે, તેને અટલજીના સમયમાં જેટલી મોંઘવારી હતી ત્યાં સુધી લાવવામાં આવે તો પણ ગરીબને ભરપેટ રોટી ખાવા મળશે. અટલજીના સમયમાં વિશ્વ સમુદાય એકરૂપ થયું, ભારત વિશ્વ સાથે ઉભુ રહ્યું હતું, શું એ વિઝન નહોતું, નદીઓને જોડીને ખેતીને હરીભરી કરવાનું કામ વાજપાયી સરકારે આગળ વધાર્યું એ વિઝન નહોતું, નવજવનોને રોજગારીની તકો ઉભી કરી એ વિઝન નહોતું, બે દિવસ પહેલા કેન્દ્ર દ્વારા ઘોષણા કરવામાં આવી કે, સરકારોમાં નવી રોજગારીને તક નથી, ભરતી બંધ કરી દેવામાં આવી. વાજપાયીની સરકાર હતી ત્યારે છ વર્ષના કાર્યકાળમાં છ કરોડ જેટલા લોકોને રોજગારી આપવામાં આવી હતી, જ્યારે તમે નવ વર્ષના કાર્યકાળમાં માત્ર 37 લાખને રોજગારી આપી છે. ત્યારે શું વિઝનની અલગ ડેફિનેશન આપવી પડશે. શિક્ષાની વ્યવસ્થા હોવી જોઇએ, ગરીબને રોજીરોટી મળવી જોઇએ, ભાજપની જ્યાં-જ્યાં સરકાર છે, ત્યાં પ્રગતિ જોવા મળે છે.

કોંગ્રેસ પાર્ટી જવાબ આપતા કતરાઇ રહી છે

કોંગ્રેસ પાર્ટી જવાબ આપતા કતરાઇ રહી છે. તેથી આ પ્રકારના અવાજો ઉઠાવવામાં આવી રહ્યાં છે, જે કોંગ્રેસને બચાવવા માગે છે, કોંગ્રેસનું રક્ષા કવચ બનીને એવા મુદ્દા ઉઠાવે છે, જેનો સમય સાથે કોઇ લેવા દેવા નથી. ઉત્તરાખંડમાં કુદરતી આફત આવી ત્યારે દરેક રાજ્યોનો કોઇને કોઇ વ્યક્તિનો ભોગ લેવાયો, ગુજરાતમાં 2001માં ભૂંકપ આવ્યો ત્યારે ચોવીસ કલાકમાં ભાજપની સરકાર જવી જોઇએ, સરકારનો વિરોધ કરતી હવા મહિનાઓ સુધી ચાલી, પરંતુ ઉત્તરાખંડ સમયે કોઇ ચર્ચા કરવામાં આવી નહીં, સરકારની જવાબદારી શું તે અંગે પણ કોઇ ચર્ચા કરવામાં ના આવી, પરંતુ આર્મી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યા તેને દર્શાવવામાં આવી. તેથી દરેક નાગરીકને જાગૃત થવાની જરૂર છે.

કોંગ્રેસ-યુપીએ નહીં વ્યક્તિગત સ્વાર્થ ખાટનારાઓ સામે પણ લડવાનું છે

મોદીએ કહ્યું કે, પોતાના હિતો માટે, લાભ માટે કેટલાક દેશમાંથી કોંગ્રેસને દૂર કરવા માગતા નથી, આપણે માત્ર કોંગ્રેસ, યુપીએ જ નહીં, પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર દેશને દબોચી બેઠેલા ગ્રુપો સામે પણ લડવાનું છે, લડાઇ મોટી છે અને 125 કરોડ દેશવાસીઓના સ્વપ્ન વધારે છે. જ્યારે 125 કરોડ દેશવાસીઓના સ્વપ્નની વાત આવે છે, ત્યારે વિશ્વની કોઇ શક્તિ તેને રોકી શકતી નથી. આ ચૂંટણીમાં કોણ લડશે, કોણ નેતા હશે તેવી ચર્ચા થઇ રહી છે, 2014માં ચૂંટણી આવી રહી છે, જેમાં દેશનો કોઇ રાજકિય નેતા નહીં, રાજકિય દળ નહીં, પરંતુ હિન્દુસ્તાનની 125 કરોડની જનતા લડી રહી હશે, વિકાસ, પોતાના સ્વપ્ન, બાળકોના ભવિષ્ય માટે લડી રહી હશે, નવ યુવાન રોજગારી, માતા-બહેનો પોતાની રક્ષા માટે લડી રહી હશે. ખેડુત, ખેતમજૂર, આદિવાસી, ગરીબ આ ચૂંટણી લડશે અને તેથી મને વિશ્વાસ છે કે, સિધા સાદા અને સચોટ નિર્ણય કરશે, પોતાનું ભાગ્ય નિર્ધારિત કરશે,

દેશવાસીઓનો મેનિફેસ્ટો તૈયાર છે

આ વખતની ચૂંટણી અત્યારસુધીની ચૂંટણી કરતા અલગ છે. દેશવાસીઓનો મેનિફેસ્ટો તૈયાર છે. આ વખતે કોઇ રાજકિય મેનિફેસ્ટો નહીં, પણ દેશવાસીઓનો મેનિફેસ્ટો જેમાં, સુખ ચેનની જિંદગી, રોજીરોજી, રહેવા માટે ઘર, ખેતિમાં પાણી, ભાવ, આ જ વાતો છે, દેશવાસીઓના મેનિફેસ્ટોમાં, જે ચૂંટણીમાં નક્કી થશે, મને વિશ્વાસ છે. આપાતકાળ પછી, જે ચૂંટણીમાં આવ્યા તે રાજકિય દળ અને નેતા નહીં, પણ સામાન્ય માનવીનો અવાજ હતો, 2014ની ચૂંટણીમાં પણ માનવીના અવાજની અભિવ્યક્તિ છે.

ઇન્ડિયા 272 પ્લસનો ઉલ્લેખ

આ તકે વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોને દેશની ચિંતા અને સારી સ્થિતિના નિર્માણ માટે પોતે કેવી રીતે દેશ માટે ઉપયોગી થઇ શકે છે, તે અંગે મોદીએ જણાવ્યું હતું, તેમણે ઇન્ડિયા 272 પ્લસનો ઉલ્લેખ કરીને તેઓ કેવી રીતે આ વેબસાઇટ થકી દેશને મદદરૂપ થઇ શકે છે, તે અંગે જણાવ્યું હતું. આ વેબસાઠટ થકી વિશ્વના કોઇપણ ખૂણેથી તમે તમારું કોઇને કોઇ રીતે યોગદાન આપી શકો છો.

આ ચૂટણી પદ માટે નહીં

આ ચૂટણી પદ માટે નહીં પરંતુ બેરજોગારોને રોજગારી, ગરીબોને ગર્વ સાથે જીવવાનો અવસર આપવા માટે છે. અમારા ખેડુતોની ભલાઇ માટે છે. આતંકવાદ સામે લડનારા સેનાના જવાનો માટે છે. આ ચૂંટણી માતા-બેહોનોની સુરક્ષા માટે છે. સત્તા, ખુરશી કોઇ દાયરામાં જોવમા ના આવે, હિન્દુસ્તાન શું બને છે, તે મહત્વનું છે. ચૂંટણી કોઇ પદ, પ્રતિભા માટે નહીં, ચૂંટણી દેશવાસીઓના સ્વપ્ન માટે હોય છે. સંકટમાંથી બહાર કાઢવા માટે અને એ આપણે તેને પૂર્ણ કરવાનું છે.. કોઇ વ્યક્તિની શક્તિની નહીં પણ આખા રાષ્ટ્રની શક્તિ હોય છે. વિશ્વને વિકાસ અને શાંતિ જોઇએ તો હિન્દુસ્તાન પાસે શક્તિ છે, પરંતુ દેશને તાકતવર બનાવવાની જરૂર છે. 2014ની ચૂંટણી જીતવી પડશે. ભારતને વિજયથી લઇને વિશ્વરૂપમાં ઉભુ કરવાનું છે. અમેરિકામાં વસેલા તમામને તથા વિશ્વના દેશોમાં મારો આ સંદેશ સંભળાઇ રહ્યો છે, તમામને પ્રાર્તના કરુ છું, લોકત્રના પર્વની ત્યૈરી અત્ચયારથી કરીએ. છ મહિના બચ્યા છે, આખી શક્તિ સાથે કામ કરીએ.

English summary
Narendra Modi to address Indian Diaspora at OFBJP USA Annual National Convention
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more