For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કોંગ્રેસીઓને કહ્યું, '...તો મુકાવીશ તમારા નેતાઓની તસવીરો'

By Super
|
Google Oneindia Gujarati News

જામજોધપુર, 25 મેઃ જામજોધપુર ખાતે કૃષિ મહોત્સવ 2013 અંતર્ગત કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જે રીતે કૃષિ ક્ષેત્રી આવી રહેલી ક્રાન્તિ અંગે વિસ્તારપૂર્વક જણાવ્યું હતું, સાથો-સાથ સરદાર સરોવર ડેમ પર દરવાજા નાંખવાને લઇને જે વિવાદ ચાલી રહ્યો છે, તે બદલ કોંગ્રેસ અને કેન્દ્ર સરકારને આડા હાથે લીધી હતી.

મોદીએ કહ્યું કે, આજની આ યાત્રા સાબિત કરે છે કે ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે કેવો વિકાસ થયો છે. તમે અહી આટલી મોટી સંખ્યામાં આવ્યો છો ત્યારે મારો આગ્રહ છે કે અહી જે પ્રદર્શન છે તેના દરેક સ્ટોલની મુલાકાત લો અને તેને નિહાળીને જાઓ તેમાંથી કંઇક નવું જાણો. આ પ્રદર્શનને જોઇને મારા મનમાં એક વિચાર આવ્યો છે. તેમાંથી કંઇ નવું જાણવા અને શિખવા મળી રહ્યું છે, ત્યારે શાળા અને કોલેજો તથા જે લોકો કૃષિક્ષેત્ર અંગે લખે અને રિપોર્ટિંગ કરે છે તેવા પત્રકાર મિત્રોને પણ જણાવીશ કે તેઓ બધાને એકઠા કરે અને એક વર્કશોપનું આયોજન કરે.

તેમણે વધુમાં કહ્યું કે, આપણી પાસે 1600 કિલોમિટરનો દરિયો હતો ત્યારે આપણે તેને ભાર સ્વરૂપ ગણતા હતા, ઓછો વરસાદ, કચ્છ અને કાઠિયાવાડે તો ખેતિ પરથી જાણે કે વિશ્વાસ જ ગુમાવી દીધો હતો. આપણે આપણા બાળકોને શહેરોમાં મોકલી દેતા હતા. પરંતુ આજે હું પ્રોગેસિવ ખેડૂતોને મળી રહ્યો છું, જેમની ઉમર 35 વર્ષની આજુબાજુ છે. તેમણે જોઇને મને લાગ્યું કે ગુજરાતના યુવાનો ફાર્મિંગમાં ઘણા કુશળ છે. આ કોઇ નાની બાબત નથી. હું એક ખેડૂતને મળ્યો હતો જે ડોક્ટર છે, તેઓ ખેતીથી ખુશ છે અને સખત મહેનત કરી રહ્યાં છે. જામજોધપુરમાં મોદીએ શું કહ્યું તે વાંચવા તસવીરો પર ક્લિક કરો.

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

હું જૂનાગઢ ખાતેની કૃષિ યુનિવર્સિટી ગયો હતો, મને એમ હતું કે ત્યાં માત્ર મોટી ઉમરના જ હશે, પરંતુ જ્યારે ત્યાં જઇને જોયુ તો ત્યાં બધા જીન્સ પહેરેલા હતા અને બધાની ઉમર 30ની આસપાસ હતી. હું એક યુવાનને મળ્યો હતો જે અહીં સ્થાયી થવા માંગે છે, મે તેને કહ્યું કે તે અહી શું કરવા માગે છે, તો તેણે મને કહ્યું કે તે અહી તબેલો કરવા માંગે છે, શું આવું આ પહેલા ક્યારેય થયું હતું ખરા? આ એ યુવાન હતો કે જેને કરોડો રૂપિયાનું પેકેજ મળે છે પરંતુ તે તેને છોડીને ફરી પોતાની સામાન્ય જિંદગીમાં પરત ફરી રહ્યો છે.

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

તેમણે વધુમાં કહ્યું કે, અમે કૃષિ મહોત્સવ ચાલું કર્યા છે, આવી ગરમીમા પણ વિશેજ્ઞો, પ્રોફેસર્સ, અધિકારીઓ અને મંત્રીઓ ગામડામાં જાય છે અને લોકોને માહિતી પૂરી પાડી રહ્યાં છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ દિવસ અને રાત વિરોધમાં બોલ્યા કરે છે, પરંતુ લોકોએ તેને જવાબ આપી દીધો છે, જેટલો તે વિરોધ કરશે લોકો તેને તેટલો જ જડબાતોડ જવાબ આપશે. આટ આટલું થતું હોવા છતાં પણ તે શિખવા અને સુધરવા માગતા નથી.

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

મોદીએ કહ્યું કે, અમે સરદાર સરોવર પ્રોજેક્ટ માટે ઘણા પૈસા ખર્ચ્યા છે. જે આજે 50 હજાર કરોડની આસપાસ પહોંચી ગયો છે, પંરતુ આજે આટલા ખર્ચ્યા પછી પણ હજુ ઘણુ કરવાનું છે. દિલ્હીમાં બેસેલી સરકાર, ગુજરાત કોંગ્રેસ એવું વિચારે છે કે કેન્દ્ર ખેડૂતોની માંગને સ્વિકારે છે અને બાદમાં મોદી તેનું ક્રેડિટ લઇ જાય છે. ત્યારે હું કહું છું કે સરદાર સરોવર ડેમ ખાતે દરવાજા નાંખવા માટે શક્ય તેટલી જલદી પરવાનગી આપો, હું દરેક જગ્યાએ તમારું નામ મુકવા તૈયાર છું, પરંતુ ગુજરાતના ખેડૂતોને પાણી આપો.

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

મોદીએ કહ્યું કે, હું ડઝનેક વખત પ્રધાનમંત્રીને મળ્યો, તેમને દરવાજા નાંખવા એ જરૂરી છે અને તેની ઉંચાઇ છ માળની બિલ્ડિંગ જેટલી હોય, આવા 40 ગેટ છે, જો આજથી એ કામ શરૂ કરવામાં આવે તો પણ ત્રણેક વર્ષ લાગે તેમ છે, અનેક વખત પ્રધાનમંત્રીને કહેવામાં આવ્યું હોવા થતાં પણ તેઓ આ વાતને સમજવા તૈયાર નથી. તેમને તમામ બાબતો સમજાવવા પ્રયત્નો કર્યા છે, તમારી વાત વાજબી છે અને એ થવું જોઇએ તેમ પ્રધાનમંત્રીએ કહ્યું પણ છે, પરંતુ તે ચાલું કરવાની પરવાનગી હજુ સુધી આપવામાં આવી નથી.

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

મહારાસ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશની સરકારે તેમના કામ પૂર્ણ કરી દીધા છે. તેઓ બધુ ચકાસીને જાય છે પછી શા માટે કામ આગળ નથી વધી રહ્યું, હું કોંગ્રેસીઓને કહુ છું કે દિલ્હીમાં તમારી સરકાર છે, હું તમને ક્રેડિટ આપવા તૈયાર છું. તમે અમને પાણી આપો અમે તેમને ક્રેડિટ આપીશું જો તમે ઇચ્છતા હોવ તો.

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

 જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

જામજોધપુરંમા નરેન્દ્ર મોદીનું સંબોધન

English summary
give us permission to install gates as soon as possible. I will put your name everywhere, I will put photos of your leaders also but please give farmers of Gujarat water, says modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X