For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ લોકજુવાળ તમામ રાજકીય વિશ્લેષકોને તેમના અનુમાનો ખોટા પાડવાના છે : નરેન્દ્ર મોદી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેરના ઉમેદવારો માટે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. રાજકોટ શહેરના ઉમેદવારોના સમર્થનમાં યોજવામાં આવેલ જનસભામાં નરેન્દ્ર મોદી જણાવ્યું હતુ કે, આ ચૂંટણીમાં તા. ૧લી ડિસેમ્બરે યોજાન

|
Google Oneindia Gujarati News

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ શહેરના ઉમેદવારો માટે એક વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. રાજકોટ શહેરના ઉમેદવારોના સમર્થનમાં યોજવામાં આવેલ જનસભામાં નરેન્દ્ર મોદી જણાવ્યું હતુ કે, આ ચૂંટણીમાં તા. ૧લી ડિસેમ્બરે યોજાનાર મતદાનમાં આ મારી છેલ્લી સભા છે. આ તમામ સભાઓ દરમ્યાન મને જનતા જનાર્દનનું અલગ રૂપ જોવા મળ્યું છે. આ ચૂંટણી ભાજપા, નરેન્દ્ર કે ભૂપેન્દ્ર લડતા નથી પરંતુ ગુજરાતની જનતા લડી રહી હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આ લોકજુવાળ તમામ રાજકીય વિશ્લેષકોને તેમના અનુમાનો ખોટા પાડવાના છે. ભારતીય જનતા પાર્ટીને જનતા ભરપૂર પ્રેમ આપતી જોવા મળી છે અને એટલે જ આ વખતે લોકતંત્રમાં ફીર એક બાર ભાજપા સરકાર.

NARENDRA MODI

નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી જમીનથી જોડાયેલ પાર્ટી છે, વિચારોથી જોડાયેલ પાર્ટી છે. મારૂ સૌભાગ્ય છે કે આ રાજકોટે મને પહેલી વખત ધારાસભ્ય બનાવ્યો હતો અને એટલે જ રાજકોટનો હું ઋણી છું. ભારતીય જનતા પાર્ટીની નીતી, રીતી અને નિયતને ગુજરાતની જનતા જાણે છે અને એટલા માટેજ ભાજપા માટે ગુજરાતનો લગાવ વધતો જાય છે. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે અને હવે ૨૫ વર્ષ સુધીમાં ગુજરાતને વિકસીત કરવાનુ કામ કરવાનું છે. દેશની અર્થવ્યવસ્થાને જે મજબૂતી મળી છે તેમાં ગુજરાતનું યોગદાન મહત્વનું છે. કોંગ્રેસના રાજમાં દેશની અર્થ વ્યવસ્થા દુનિયામાં ૧૧માં નંબરે હતું. ભાજપાના ૮ વર્ષના શાસનમાં ભારતની ઇકોનોમી ૫માં નંબરે પહોચ્યું છે. ૨૫૦ વર્ષ સુધી જેમણે આપણને ગુલામીમાં રાખ્યાં હતાં તેમની પછાડી આપણે પાંચમાં નંબરે પહોંચ્યા ત્યારે સમગ્ર દેશમાં ખુશીની લહેર ફરી વળી હતી.

નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યું હતું કે, એક્ષપોર્ટ ક્ષેત્રે આજે ભારત વિશ્વમાં નંબર ૧માં બન્યું છે. આજે વિશ્વ ભારતમાં મૂડી રોકાણ કરવા આતુર બન્યું છે. આ મૂડી રોકાણ તેઓ ગુજરાતમાં જ કરવા માગે છે કારણ કે ગુજરાતનું વાતાવરણ મોટા માં મોટા ઉદ્યોગો માટે અનુકુળ આવે તેમ છે. વિશ્વના મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવે ત્યારે તેનો લાભ રાજકોટને મળે જ અને રોજગારીનું સર્જન થાય. ડીઝીટલ ઇન્ડિયામાં પણ ભારત અગ્રીમ સ્થાન ધરાવે છે. હિન્દુસ્તાનનો મિજાજ બદલતા આજે ભારત પજી બનાવતો દેશ બન્યો છે. ગુજરાતની નીતિઓના કારણે આ દેશમાં ગુજરાત ૫જી સેવાઓ શરૂ કરનારૂ પ્રથમ રાજ્ય બન્યું છે. રજી ગોટાળો કરનાર કોંગ્રેસ હતી અને આજે દેશ કોઇપણ જાતના ગોટાળા વગર ૫જીની દિશામાં આગળ વધી રહ્યો છે.

નરેન્દ્ર મોદી વધુમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજીના સમાધાન માટે વિદેશી બાળકો ભારત આવ્યાં હતાં ત્યારે હિન્દુસ્તાન સસ્તામાં સસ્તો ડેટા મળી રહે છે તેમ જાણી અચંબીત થઇ ગયા હતાં. વિદેશોમાં આજે ફોન કરવો હોય તો મફતમાં થઇ શકે તેમ કહેવામાં અતિશયોક્તી નથી. જો કોંગ્રેસની સરકાર હોત તો એમના સમયના ભાવ મુજબ ઓછામાં ઓછુ ૫ હજાર રૂપિયા બિલ ઉપભોક્તાને ભોગવવા પડતા પરંતુ ભાજપાની નિયત ખોટી ન હોવાથી આજે શાકભાજી વેચનારો માણસ પણ મોંઘામાં મોંઘો ફોન વાપરે છે. ભાજપાની સરકારે ટેકનોલોજીના માધ્યમથી ભ્રષ્ટાચારનો મૃત્યું ઘંટ વગાડ્યો છે. છેવાડાના માનવી સુધી લાભાર્થીઓને સીધો લાભ તેમના ડી.બી.ટી. મારફતે જમાં કરાવવામાં આવે છે. દેશની દશા કોંગ્રેસમાં શાસનમાં જેમનો જન્મ ન થયો હોય તેવા લોકો સરકારી યોજનાનો લાભ લેતા હતાં જેનાંથી સાચા લાભાર્થીઓ લાભથી વંચિત રહેતા હતો. ભારતીય જનતા પાર્ટીની સરકારે ૯ કરોડ જેટલા ભૂતિયા નામને ઓળખી લેવામાં આવ્યાં અને તેમને સરકારી રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યાં છે. આવા ભ્રષ્ટાચાર થકી ભૂતકાળની કોંગ્રેસ દ્વારા દેશને ખોખલો કરી નાંખ્યો હતો. ભાજપાના સુશાસન થકી દેશને બચાવવામાં આવ્યો છે.

નરેન્દ્રભાઇ મોદી વધુમાં જણાવ્યું હતું કે, ઘરમાં ચોર હોય તો ઘરનું ભલું ન થાય તેમ દેશમાં ચોર હોય તો દેશનું ભલું ના જ થાય. ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાર્દન ઉપર ભરોસો કરનારી પાર્ટી છે અને જનતા જનાર્દન ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો કરે છે. ભારતીય જનતા પાર્ટી પણ જનતા જનાર્દનના ભરોસાના કાયમ રાખ્યો છે. અંગ્રજોની વિરાસત કોંગ્રેસમાં આવી હોવાથી જનતાને કોંગ્રેસ ઉપર ભરોસો રહ્યો નથી. પહેલાં રાજ્યમાં છાશવારે કોમી હિંસા ફેલાતી હતી અને કર્ફ્યુ લગાવવામાં આવતો હતો.

આજે ગુજરાતની નવી જનરેશન કર્ફ્યુ શું છે તેની ખબર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકારે અસામાજીક તત્વો અને આતંકવાદ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું હોવાથી આતંકવાદીઓ અને આતંકવાદને પોષનારાઓ આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની હિંમત પણ નથી કરતાં. મેં પાંચ વર્ષમાં ૧૫૦૦ જેટલા કાયદાઓ નાબૂદ કરી દીધા છે જે જનતા જનાર્દન ઉપર બોજો બનતા હતાં. માતાઓ અને બહેનોની આબરૂ જાળવવા માટે ખુલ્લામાં શૌચ ક્રિયમાંથી મૂક્તિ આપવા માટે જાહેર શૌચાલય બનાવવાનું કામ કર્યું છે. પાથરણા બજારના લોકોને સ્વનિધી યોજના હેઠળ રૂ. ૧૦ હજાર થી ૫૦ હજાર સુધીની સહાય આપવામાં આવી જેના કારણે તેમને વ્યાજના ચક્કરમાંથી મૂકી અપાવવાનું કામ ભાજપા સરકારે કર્યું છે અને તેમને પણ સમયસર બેંકમાં પૈસા પરત જમાં કરાવે છે. સખીમંડળને વગર ગેરન્ટીએ રૂ. ૨૦ લાખ સુધીની સહાય આપવમાં આવે છે અને તેઓ પણ સમયસર રકમ પરત જમાં કરાવવામાં આવે છે.

નરેન્દ્રભાઇ મોદી વધુમાં જણાવ્યું હતું કે, નાના ઉદ્યોગને મુદ્રા યોજના હેઠળ રૂ. ૨૦ લાખ કરોડની સહાય આપવામાં આવે છે અને તેમાંથી ૭૦ ટકા બહેનો સહાય મેળવે છે અને સમયસર રકમ પરત જમાં કરાવે છે અને એટલે ભાજપાની સરકાર એ ભરોસાની સરકાર છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સરકાર છે. ગરીબોને માથે છત પુરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા મકાનો પુરા પાડ્યા છે. મધ્યમવર્ગના લોકોને ગમે તેવા મકાનો આ ડબલ એન્જિનવાળી સરકારે આપ્યાં છે. સૌરાષ્ટ્રને પાણીના ટેન્કરથી મૂક્તિ આપવામાં આવી છે.આ તમામ બદલાવ તમારા એક વોટના કારણે આવ્યો છે. દેશ અને રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે બાકીના કામો પણ સત્વરે પૂર્ણ થાય અને ગુજરાત વિશ્વમાં પ્રસ્થાપિત થાય તે માટે આજ સુધીના તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ કમળ સૌથી વધુ સીટ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી આપવા માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.

English summary
Modi addressed a large public gathering of Rajkot candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X