For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગાદીની પરવા નથી, એક ઇંચ જમીન પણ કોઇને નહીં લેવા દઉ'

|
Google Oneindia Gujarati News

narendra-modi
પાલનપુર, વિસનગર, પ્રાંતિજ, 15 ડિસેમ્બરઃ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પાલનપુર, વિસનગર અને પ્રાંતિજ ખાતે ચૂંટણી સભા સંબોધી છે, જેમાં તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ પર કટાક્ષત્મક પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીને કહ્યું હતું કે મે તમને કહ્યું છે કે લેશન કરીને આવો નહીંતર નાપાસ થશો, પરંતુ તે માનતા નથી, વડાપ્રધાન જાતિનું રાજકારણ આવીને રમી ગયા છે, સરક્રિક મુદ્દે કેન્દ્ર સરકારને આડેહાથ લીધા હતા.

પ્રાંતિજની જાહેરસભામાં કોંગ્રેસને લીધી આડા હાથે

સરક્રિક મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા મોદીએ પ્રાંતિજમાં કહ્યું કે, સરક્રિક અંગે કોઇ સચોટ જવાબ આપવાના બદલે તેઓ એમ કહે છે કે મોદી ચૂંટણી આવી છે એટલે વોટ મેળવવા માટે આ મુદ્દો ઉપાડી રહ્યાં છે, પણ તમે 15મી ડિસેમ્બરે પાકિસ્તાન ડેલિગેશન સાથે ચર્ચા કરવાના છો ત્યારે મારે શું ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી. જો તમને લાગતું હોય કે સરક્રિકથી મને વધારે મત મળી જશે તો હું તમને કહું છું કે ચૂંટણી મોકુફ કરી નાંખો. આડા દિવસે ગોઠવી દો. મને ગાદીની ચિંતા નથી કે પરવા નથી પણ હું સરક્રિકના એક ઇંચના ટૂકડાને પણ કોઇને લેવા નહીં દઉ.

પાલનપુરઃ મોદીએ પાલનપુરમાં કહ્યું, 'પીએમજી તમે મને નહીં પહોંચીવળો'

તેમણે કહ્યું કે, વડાપ્રધાન એક સભા કરીને ગયા પછી ગુજરાત પાછા આવ્યા જ નહીં, કારણ કે તે સમજી ગયા છે કે અહીં તેમનું કઇ નહીં ઉકળે. તેઓ અહીં કહીં ગયા કે ગુજરાતમાં લઘુમિત સુરક્ષિત નથી, તેઓ અહીં કોમવાદનું ઝેર ઓકીને ગયા અને મતબેંકનુ રાજકારણ રમતા ગયા પરંતુ તેમણે એ વાત જરા પણ ના જણાવી કે ગુજરાતે શું કરવું જોઇએ વિકાસ માટે કયા માર્ગે જવું જોઇએ, ગુજરાત તમારી પાસે એ સાંભળવા માગતું હતું પણ તેમણે તેમ કહ્યું નહીં, તેમણે કોમવાદનું રાજકારણ રમ્યુ છે તો હું તેમને જણાવી દેવા માંગુ છું કે જો કહેવાની તૈયારી રાખો છો તો પછી સાંભળવાની પણ રાખો, તમારી સરકાર ગુજરાતમાં હતી ત્યારે બારેમાસ હુલ્લડ, કરફ્યુ રહેતા હતા, ગુજરાત ભડકે બળતું અને નિર્દોશો મરતા હતા પરંતુ મોદીની સરકાર ગુજરાતમાં આવ્યા પછી લોકોને શાંતિ મળી છે, હુલ્લડ અને કરફ્યું બંધ થઇ ગયા છે. મોદીનો હિસાબ માંગવા આવ્યો છો તો સાંભળી લો કે મોદી તરફ એક આંગળી કરો છો પરંતુ ચાર આંગળીઓ તમારી તરફ છે.

પાકિસ્તાનનું મંત્રીમંડળ ભારત સંબંધો સુધારવા આવ્યું છે, તેમના મંત્રી રહેમાને અહીં જે નિવેદન આપ્યું છે તેને દેશ ક્યારેય નહીં સ્વિકારે, પાકિસ્તાનના મંત્રી હિન્દુસ્તાનમાં આવીને બોલ્યા કે મુંબઇમાં જે હુમલો થયો, નિર્દોશો મર્યા એ ઘટના અને 1992માં અયોધ્યામાં જે ઘટના ઘટી હતી તે બન્ને એક સમાન છે, પ્રધાનમંત્રી તમે દેશને જણાવો કે પાકની સરકારને આપણા આંતરિક મુદ્દામાં દખલ આપવાની પરવાનગી કોણે આપી, પણ પાકિસ્તાનની આ હરકતો કરી રહ્યું છે કારણ કે દિલ્હીની સરકારમાં કોઇ દમ નથી. પ્રધાનમંત્રી તમે સરક્રિક મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરો છો એ અંગે મારા પ્રશ્નનો કેમ જવાબ આપતા નથી બસ ગોળ-ગોળ વાતો કરી રહ્યાં છો, મારી સિધી વાત છે, પાકિસ્તાન સાથે ભલે વાર્તાઓ કરવામાં આવે પરંતુ અમે ક્યારેય સરક્રિકની જમીનો નાનો અમથો ટૂકડો પણ પાકિસ્તાનને આપવાના નથી, એ વાત કહેવામાં તમારું શું જાય છે પરંતુ તમે તે કહેતા નથી, કારણ કે તમારી સરકારમાં કોઇ દમ નથી.

સરક્રિકને લઇને મોદી આમ બોલે છે, તેમ બોલે છે, અરે મોદી ગમે તે બોલતા હોય પરંતુ તમે તો અમારા પ્રશ્નનો જવાબ આપો. અને મેડમ સોનિયા ગાંધી તમારે મને કોઇ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. હું હિન્દુસ્તાનનો દિકરો છું, દેશ માટે જીવું છું અને દેશ માટે મરું છું, તમે મને કોઇ દેશભક્તિનું સર્ટિફિકેટ ના આપો. તમારા માટે સરક્રિક એક જમીનનો ટૂકડો હશે પરંતુ અમારા માટે સરક્રિક અમારા શરીરનો ભાગ છે અને અમે અમારા શરીરના ભાગને અલગ નહીં થવા દઇએ, તમે ભરોસો આપો કે તમે તેમ નહીં કરો, તેમ દેશને અંધારામાં રાખીને પાકની ઇચ્છા પૂરી કરવા જઇ રહ્યા છો, ત્યારે મારે આ બોલવું પડે છે નહીંતર મારે ચૂંટણીમાં બોલવાની જરૂર નહોતી, મે તો આ બધુ તમને એપ્રિલમાં કહી દીધુ હતું પરંતુ મે ક્યારેય છાપામાં એ વાત કરી નથી. જે મહાપુરુષે ભારતને અંખડ બનાવ્યું છે તેની પુણ્યતિથિએ હિન્દુસ્તાનના ટૂંકડા કરવા માંગો છો શું આ છે તમારી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ.

ઉપાડી લો, 17મીએ તમે કમળના બટન દબાવો તે મત ગોવિંદજીના ખાતામાં જ નહીં પણ મારામાં પણ આવશે. તમે મને કમળ મોકલાવો હું બનાસકાંઠાના વિકાસની જવાબદારી ઉઠાવું છું.

વિસનગરમાં જાહેરસભા

મોદીએ વિસનગરમાં જાહેર મેદનીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તે ગાંધીજીના માર્ગે ચાલી રહ્યાં છે, ગાંધીજીને ગુરુ માની રહ્યાં છે તો પછી ગાંધીજીની એક ઇચ્છા કેમ પુરી કરતા નથી, ગાંધીજીની ઇચ્છા હતી કે આઝાદી પછી કોંગ્રેસને ભંગ કરી દેવામાં આવે પરંતુ હજુ સુધી કરી નથી, પણ મને વિશ્વાસ છે કે જનતા એ ઇચ્છા પૂરી કરશે અને કોંગ્રેસનો ભંગ થઇ જશે.

English summary
Modi addressing election campaign meeting in palanpur. during this meeting modi slam PM, sonia and rahul gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X