'રાહુલે ગાંધીજીની એ ઇચ્છા હજી સુધી કેમ પૂરી નથી કરી'

narendra modi
સુરેન્દ્રનગર, 11 ડિસેમ્બરઃ ગુજરાતમાં આરોપ-પ્રત્યારોપનો દોર જોર-શોરમાં ચાલું છે, રાહુલ ગાંધી દ્વ્રારા જામનગર અને સાણંદમાં મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, તો નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને તેમના જ નિવેદનોમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસે મોબાઇલ ફોન આપ્યા પરંતુ આજના યુવાનને શેની જરૂર છે ફોન કે નોકરીની? તેઓએ એમ કહ્યું કે તે ગાંધીજીના વિચારો પર ચાલે છે અને તેમને પોતાના ગુરુ માને છે તો પછી શા માટે ગાંધીજીની પહેલી ઇચ્છાને પૂરી કરવામાં ના આવી કે આઝાદી પછી કોંગ્રેસને ભંગ કરી નાંખો.

સાચો મુદ્દો મોતીલાલ નહેરુનો છે

સુરેન્દ્રનગર ખાતે જાહેરસભા સંબોધતા મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને ત્યાં તેમણે ગાંધીજી અને નહેરુ અંગે વાતો કરી. જેમણે તેમણે કહ્યું કે જવહારલાલ નહેરુ જેલમાં હતા ત્યારે ગાંધીજી જમીન પર સુતા હતા, ગાંધીજીની એ મહાનતા હતી અને નહેરુ પ્રત્યેનો આદર હતો કે તેથી તેઓ નહેરુના કારણે જમની પર સુતા હતા પરંતુ સાચો મુદ્દો એ છે કે મોતીલાલ નહેરુ એ સમયે પલંગમાં રઝાઇ ઓઢીને સુતા હતા જ્યારે તેમનો પુત્ર જેલમાં હતો.

ગાંધીની પહેલી ઇચ્છા કેમ પૂરી નથી કરવામાં આવી

મોદીએ બીજો પ્રહાર કર્યો હતો કે રાહુલે કહ્યું કે તે ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યાં છે અને ગાંધીજી તેમના ગુરુ છે, ત્યારે જો તે ખરેખર ગાંધીજીના માર્ગ પર ચાલી રહ્યાં હોય તો પછી તેમણે કેમ ગાંધીજીની એક ઇચ્છાને પૂરી નથી કરી. ગાંધીજીની ઇચ્છા હતી કે દેશને આઝાદી મળ્યા પછી કોંગ્રેસનો ભંગ કરવામાં આવે.

લોકસભામાં માત્ર 24 દિવસ જ હાજરી

મોદીએ ત્રીજો પ્રહાર કર્યો હતો કે રાહુલે કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા 25 દિવસ પણ નથી મળતી ત્યારે તેમને જણાવવા માગીએ છીએ કે મે 2011થી મે 2012 સુધીમાં રાહુલ ગાંધી 84 દિવસમાંથી માત્ર 24 દિવસ જ લોકસભામાં બેસ્યા છે અને 2010થી 2011માં 72 દિવસમાંથી 19 દિવસ જ હાજર રહ્યાં છે, જો તમે તેનો આદર કરતા હોવ તો તમારે ત્યાં તમામ દિવસ હાજર રહેવું જોઇએ. રાહુલ ગાંધી વિધાનસભાને વધારે પ્રેમ કરે છે તો તેમને માહિતી હોવી જોઇએ કે ગુજરાતની વિધાનસભામાં તમામ મુદ્દાઓ પર દિવસના અંત સુધી ચર્ચા થાય છે પરંતુ કોંગ્રેસની વૃત્તિ હકારાત્મક નથી હોતી, અમે ઘણા દિવસ ચર્ચા કરીએ છીએ અને પછી બિલ પાસ કરીએ છીએ, પરંતુ કોંગ્રેસ વિધાનસભાનો આદર નથી કરતું.

યુવાનો માટે પ્રાથમિકતા મોબાઇલની કે ફોનની?

મોદીએ ચોથો પ્રહાર કર્યો હતો કે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે રાજીવ ગાંધી અને સામ પિત્રોડાએ મોબાઇલ ફોન આપ્યા પરંતુ આજના યુવાનની પ્રાથમિકતા શું છે મોબાઇલ ફોન કે પછી રોજગારી? દેશમાં સૌથી ઓછી બેરોજગારી હોય તો તે ગુજરાતમાં છે, ભારત સરકારના આંકાડાઓ સાક્ષી છે કે દેશમાં જેટલી રોજગારી ઉભી થઇ છે તેમાંથી 72 ટકા રોજગારી ગુજરાતમાં ઉભી થઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X