મોદીની જાતિ અંગે ગુજરાત સરકાર - ગુજરાત કોંગ્રેસ આમને સામને

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી કઇ જાતિના છે તેના સત્યને છતું કરવા ગુજરાત સરકાર અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે શાબ્દિક જંગ છેડાઇ છે.

આ અંગે ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદી 'બનાવટી ઑબીસી' (અધર બેકવર્ડ ક્લાસ - અન્ય પછાત વર્ગ) છે અને આ જાતિ ખરેખર તો ઉપલી જાતિમાં આવે છે. આવો દાવો કરીને ગુજરાત કોંગ્રેસે પ્રિયંકા ગાંધીની 'નીચ રાજનીતિ' ટિપ્પણી અંગે વળતો પ્રહાર કરીને તેમની પાસેથી માફીની માગણી કરી હતી.

પ્રિયંકા ગાંધીની ‘નીચ રાજનીતિ' ટિપ્પણી અંગે મોદીએ જાતિનું પત્તું ઊતરતા કૉંગ્રેસ તેમને હવે નિશાન બનાવી રહી છે. ગોહિલે જણાવ્યું હતું કે મોદીએ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા પછી ઓબીસીના લિસ્ટમાં પોતાની ‘મોઢ ઘાંચી' જાતિને ઉમેરવા પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.

narendra-modi-secular-image

આ મુદ્દે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એવો આક્ષેપ કર્યો હતો કે મોદીએ કદી ચા વેચવાનું કામ કર્યું નથી. તેઓ પોતાના સંબંધી કોન્ટ્રેક્ટરની કેન્ટીનમાં સમય પસાર કરતા હતા અને 'ચરસ' વેચવા માટે આ સંબંધી કોન્ટ્રેક્ટરનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.

ગોહિલે જણાવ્યું કે 'તેમણે પોતાને ચા વેચવાવાળા તરીકે ઓળખાવીને મોટું જુઠ્ઠાણું ફેલાવ્યું છે. તેઓ કેન્ટીનમાં ખાલી સમય પસાર કરતા હતા. એક નિવૃત્ત નાયબ એસપીએ મને જણાવ્યું હતું કે 'ચરસ' વેચવા માટે આ કોન્ટ્રેક્ટરનું લાઇસન્સ રદ કરાયું હતું.'

જો કે ગુજરાત કોંગ્રેસ પાસે પોતાનો દાવો સાબિત કરવા માટે કોઇ પુરાવા નથી. આ અંગે ગોહિલે જણાવ્યું કે 'હાલ મારી પાસે આ અંગે કોઈ પુરાવા નથી, પણ મેં આ અંગેની હકીકત જાણવા આરટીઆઈ હેઠળ અરજી કરી છે.'

મોદી નીચલી કક્ષાનું રાજકારણ ખેલી રહ્યા છે અને ઓબીસી દરજ્જાને આગળ કરીને લોકોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે, એવો તેમણે આક્ષેપ કર્યો હતો.

મોદી ઓબીસીના છે નહીં. તેઓ સમૃદ્ધ મોઢ ઘાંચી સમુદાયના છે. મોદી મુખ્ય પ્રધાન બન્યા પહેલા આ કોમને કોઈ પણ જાતનું રિઝર્વેશન મળ્યું નહોતું કે તેનો ઓબીસીમાં સમાવેશ થતોય નહોતો. ગુજરાતમાં જેમ બનાવટી એન્કાઉન્ટર થયાં છે તે જ રીતે મોદી બનાવટી ઓબીસી છે.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે 'નીચલી જાતિના હોવું એ શું પાપ છે એવી મોદી બૂમો પાડી રહ્યા છે. કોઈ પણ જાતિનું હોવું એ ગુનો નથી પણ ઊંચી જાતિને ઓબીસીની યાદીમાં મૂકવી અને પછી ભેદભાવની બુમરાણ મચાવવી એ ગુનો છે.'

ગુજરાત સરકારની દલીલ
ગુજરાત કોંગ્રેસની દલીલ સામે ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું છે કે '25 જુલાઇ, 1994ના રોજ ગુજરાતની તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા જ એક પરપત્ર જાહેર કરીને કઇ 36 જાતિઓ ઓબીસીમાં સામેલ છે તેની યાદી બહાર પાડી હતી. આ 36 જાતિઓમાં 'મોઢ ઘાંચી' જાતિનો પણ સમાવેશ થાય છે. જેમાંથી નરેન્દ્ર મોદી આવે છે.'

English summary
BJP's prime ministarial candidate Narendra Modi's caste controversy started fighting on truth between Gujarat government and congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X