'મોદીએ બજેટમાં ઝડપી ટ્રેનોની જોગવાઈ અંગે કરી માંગણી'

narendra-modi
અમદાવાદ, 12 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ બજેટમાં ઝડપી ટ્રેનો (એચએસઆર)ના અમલીકરણ પર ગંભીરતા પૂર્વક ધ્યાન આપવું જોઇએ અને બજેટમાં તે માટે જોગવાઇ હોવી જોઇએ જેથી આ મહત્વાંકાંક્ષી પ્રોજેક્ટને પ્રોત્સાહન મળે.

નરેન્દ્ર મોદીએ જાપાન દ્રારા ભારતમાં આયોજિત કરવામાં આવેલા એચએસઆર સંગોષ્ઠીમાં કહ્યું હતું કે 'મને આશા છે કે કેન્દ્ર સરકાર આગામી બજેટમાં એચએસઆરને લઇને ગંભીરતા વર્તશે. બજેટમાં એચએસઆર માટે જોગવાઇ હોવી જોઇએ અને ત્યારબાદ ચીજો જોડાવવાની શરૂ થઇ જશે. તેમને કહ્યું હતું કે 'જો કેન્દ્ર સરકાર પહેલ કરે છે તો ગુજરાત પણ પાછળ રહેશે નહી.

ગુજરાત આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટમાં પોતાનું યોગદાન આપવામાં પાછળ રહેશે નહી અને પ્રોજેક્ટને દરેક પ્રકારની નાણાંકીય અને રસદ સંબંધી મદદ કરશે.' વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં એક પ્રોજેક્ટ ઓપરેશન્સ ગ્રુપની રચના કરવામાં આવી છે જે એચએસઆરના અમલ માટે એક યોગ્ય નાણાંકિય મોડલ વિકસિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'દેશમાં જે છ ઝડપી કોરિડોરની ઓળખ કરવામાં આવી છે તેમાં અમદાવાદ-મુંબઇ-પુણે કોરિડોર આર્થિક રીતે સૌથી વધુ શક્ય લાગે છે.' બીજા એસએસઆર પરિસંવાદનું આયોજન જાપાનના ભૂમિ આધારભૂત સંરચના, પરિવહન અને પર્યટન મંત્રાલયે રેલ મંત્રાલય, ગુજરાત સરકાર અને સીઆઇઆઇ સાથે મળીને કર્યું હતું.

જાપાન તે દેશોમાંથી એક છે જે ભારતમાં એચએસઆર કોરિડોર પ્રોજેક્ટની દોડમાં સામેલ છે. આ પ્રોજેક્ટના ભારતીય રેલના વિઝન 2020નો ભાગ છે. ભારતીય રેલવેએ દેશમાં એચએસઆરના અમલ માટે જુલાઇ 2012માં હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું નિર્માણ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X