For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને હરાવવા કેશુભાઇ કોંગ્રેસને સમર્થન કરશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-keshubhai
અમદાવાદ, 3 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હરાવવા માટે કોંગ્રેસ અને કેશુભાઇ પટેલની પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીએ હાથ મિલાવી લીધા છે. નરેન્દ્ર મોદી જે મણિનગર વિધાનસભા સીટના ઉમેદવાર છે, ત્યાં કેશુભાઇ પટેલની પાર્ટીએ કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા ભટ્ટને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

કેશુભાઇ પટેલની પાર્ટીએ મણિનગર વિધાનસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર જાહેર કરી દિધો હતો પરંતુ શ્વેતા ભટ્ટના સમર્થનમાં જીપીપીના ઉમેદવાર પ્રવિણ પટેલને તેમનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાવવાને લઇને આખો મામલો ઘોંસમાં ફસાયો હતો. જીજીપીના પ્રવિણ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દિધો હતો પરંતુ કેશુભાઇ સાથે બે કલાક સુધી ચાલેલી મિટીંગ બાદ અંતે તેમને મનાવી લેવામાં આવ્યાં હતા.

હવે આ સીટ પર નરેન્દ્ર મોદીનો સીધો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા ભટ્ટ સાથે થશે. શ્વેતા ભટ્ટ તે આઇપીએસ સંજીવ ભટ્ટની પત્ની છે જેમને ગુજરાતના કોમી સરખાણોને લઇને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ મોરચો માંડ્યો છે.

મણિનગરમાંથી પોતાના ઉમેદવારને પાછો ખસેડવાના કેશુભાઇ પટેલના નિર્ણયને શ્વેતા ભટ્ટે આવકાર્યો છે. શ્વેતા ભટ્ટે જણાવ્યું હતું કે મને વિશ્વાસ હતો કે આવુ થશે જ. કેશુભાઇ પટેલ સિનીયર રાજકારણી છે. તે સમજે છે કે ગુજરાતને હાલમાં કઇ વસ્તુની જરૂર છે. હું ત્રણ દિવસોથી કેમ્પેન ચલાવી રહી છું. લોકોનો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. મેરા પ્રયત્નો ચાલુ રહેશે. મણિનગરમાં કેટલીક જગ્યાઓ પર મૂળભૂત સુવિધાઓ પણ નથી. આ કયા પ્રકારનો વિકાસ છે.

સૌરાષ્ટમાં કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીએ નરેન્દ્ર મોદીની ઉંઘ હરામ કરી દિધી છે. ગુજરાત પરિવર્તન પાર્ટી ખેડૂતોની આત્મહત્યાને મોદી વિરૂદ્ધનો મુદ્દો બનાવવાની તક ચૂકતી નથી. ગુજરાત પરિવર્તન પાર્ટીના ગોર્વધન ઝડફિયાના મત મુજબ આ સરકાર કેટલાક ઉદ્યોગપતિઓ માટે ચાલે છે અને તેનું નુકશાન સામાન્ય પ્રજાને વેઠવું પડે છે. પાણી, પ્રાણી, જમીન અને માણસોનું શોષણ થયું છે.

ગુજરાતમાં ચુંટણી પ્રચાર માટે ઉતરેલા નેતાઓએ કોર્પેટ બોમ્બિંગના હેતુથી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. લાલકૃષ્ણ અડવાણીએ નરેન્દ્ર મોદીની તુલના દેશભરના ચાહકો સાથે કરી હતી. ઉત્તર ગુજરાતમાં સભા સંબોધતા લાલકૃષ્ણ અડવાણીએ 1977ની ઐતિહાસિક જીતની યાદ અપાવી દિધી હતી અને તેમને કહ્યું હતું કે અત્યાર સુધી આવો નેતા જોયો નથી. જ્યારે સુષ્મા સ્વરાજ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યાં છે. ત્યારે અડવાણીએ તેમને કુશળ વહિવટકર્તા જ કહ્યાં છે.

English summary
Its going to be a direct fight between Gujarat chief minister Narendra Modi and Congress candidate Shweta Bhatt in Maninagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X