મોદી સરકારનું કામ કરવાનું વલણ બદલાશે નહી : આર. એ. મહેતા

આર એ મહેતાએ સંવાદદાતાઓના જવાબમાં કહ્યું હતું કે મને લાગે છે કે મોદી સરકારનું વલણ લોકાયુક્ત માટે પડકાર હશે. સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકને યથાવત રાખતાં રાજ્ય સરકારની અપીલને નકારી કાઢી છે. રાજ્ય સરકારે આ અંગે ચર્ચા-વિચારણા કર્યા વગર આર એ મહેતાને લોકાયુક્ત નિયુક્ત કરવાના ડોક્ટર કમલા બેનીવાલના નિર્ણયને આ આ અરજીમાં પડકાર ફેંક્યો હતો.
આર એ મહેતાએ કહ્યું હતું કે આ સુપ્રીમ કોર્ટની જીત છે. આ અંગે કોઇ વિવાદ નથી કે અમે ગુજરાતમાં લોકાયુક્તની જરૂરીયાત છે અને સરકારે પણ તેને સ્વિકાર્યો છે. તેમને કહ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશની લાગવગ હંમેશા અરાજનિતિક હોય છે. આ મુદ્દો પેન્ડીંગ હતો માટે મેં આ મુદ્દે મીડિયા સાથે ક્યારેય વાત કરી નથી અને મારે અત્યારે પણ આ અંગે ટિપ્પણી કરવી નથી.
હાઇકોર્ટ અથવા સુપ્રીમકોર્ટમાં ક્યારેય પોતાનો જવાબ નોંધાવ્યો નથી એમ પૂછવામાં આવતાં આર એ મહેતાએ કહ્યું હતું કે હું નિષ્પક્ષ છું ના તો હું તેનું સમર્થન કરી રહ્યો હતો કે ના તો તેનો વિરોધ કરી રહ્યો હતો. પદભાર સંભાળવા અંગે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે હું કશું જ કહેવા માંગતો નથી. ગુજરાતના રાજ્યપાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને નજર અંદાજ કરતાં સાત વર્ષથી ખાલી પડેલા લોકાયુક્તના પદ પર ઓગષ્ટ 2011માં ન્યાયમૂર્તિ આર એ મહેતાને નિયુક્ત કર્યા હતા.












Click it and Unblock the Notifications
