For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે ગુજરાતની 500 કરોડ રૂપિયાની માંગ ઠુકરાવી

ગુજરાતમાં અમદાવાદમાં સ્થિત સાયન્સ સીટી માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સમક્ષ 500 કરોડની દરખાસ્ત મૂકી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં અમદાવાદમાં સ્થિત સાયન્સ સીટી માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સમક્ષ 500 કરોડની દરખાસ્ત મૂકી હતી. સાયન્સ સિટીના બીજા તબક્કામાં, કેટલીક નવી વૈજ્ઞાનિક સુવિધાઓ પૂરી પાડવાની છે, જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ખર્ચા પર કરાવા માંગે છે. પરંતુ, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની આ દરખાસ્તને નકારી કાઢી છે. કેન્દ્રએ ઇનકાર કર્યા પછી, હવે ગુજરાત સરકાર જાતે જ આ પ્રોજેક્ટને પૂર્ણ કરાવશે.

આ પણ વાંચો: ભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે

નરેન્દ્ર મોદીની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકારે ઠુકરાવી ગુજરાત સરકારની માંગ

નરેન્દ્ર મોદીની આગેવાની ધરાવતી કેન્દ્ર સરકારે ઠુકરાવી ગુજરાત સરકારની માંગ

ડિપાર્ટમેન્ટ ઑફ સાયન્સ-ટેકનોલોજી વિભાગ સાથે સંકળાયેલા અધિકારી કહે છે કે રાજ્ય સરકાર હવે તેના સંસાધનો દ્વારા પ્રોજેક્ટનો વિસ્તાર કરશે. નવેમ્બર 2014 માં તેની શરૂઆત થઇ હતી. ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ જેવા કે 'હોવ થિંગ્સ વર્ક', પર એક નવી પ્રદર્શની, એક બાયોટેકનોલોજી પાર્ક, સ્પેસ ગેલેરી, એક માછલીઘર, રોબોટિક્સ વગેરેનું નિર્માણ થશે. આવી નવી પહેલ માટે, ગુજરાત સરકારે ઘણી વાર કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી છે. પરંતુ, કોઈ પરિણામો મળ્યાં નથી. વર્ષ 2016 માં, મુખ્યમંત્રી વિજય રુપાણીને કેન્દ્ર તરફથી જવાબ મળ્યો હતો કે સરકારની નાણાકીય સહાય દરખાસ્ત હજુ બાકી છે.

આટલા કરોડના હતા પ્રોજેક્ટ

આટલા કરોડના હતા પ્રોજેક્ટ

કેન્દ્ર સરકારની ના પછી, ગુજરાત સરકારે તેના સંસાધનો દ્વારા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. અગાઉ, રાજ્ય સરકારે કેન્દ્રસરકાર પાસે 'હોવ થિંગ્સ વર્ક' પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયા અને બાયોટેકનોલોજી પાર્ક માટે 50 કરોડરૂપિયાની માંગ કરી હતી. સ્પેસ ગેલેરી પ્રોજેક્ટ માટે, જેમાં એક તારામંડળ સામેલ હતું, જેના માટે 138 કરોડની માંગ કરવામાં આવી હતી. એ જ રીતે, પ્રસ્તાવિત માછલીઘર માટે 257 કરોડ રૂપિયા અને રોબોટિક્સ પ્રોજેક્ટ માટે 127 રૂપિયાની માંગ કરી હતી. આમાંની કોઈને પણ કેન્દ્રએ મંજૂરી આપી નથી.

કેન્દ્ર સરકારે 50 ટકા નાણાકીય સહાય પણ આપી નથી

કેન્દ્ર સરકારે 50 ટકા નાણાકીય સહાય પણ આપી નથી

અધિકારી કહે છે કે અમે સાયન્સ સિટીના બીજા તબક્કા માટે કેટલીક દરખાસ્તો મોકલી હતી, જેમાં કેન્દ્રએ માત્ર 50 ટકા નાણાકીય સહાય પૂરી પાડવાની હતી. પરંતુ, સરકારે નકારી કાઢ્યું. હવે અમારી પાસે અમારી નાણાકીય સહાયનો વિકલ્પ છે. અમને લાગે છે કે ગુજરાત સરકાર પોતાની ગ્રાન્ટમાંથી થોડા મહિનામાં જ આ પ્રોજેક્ટ પૂરા કરશે.

English summary
Modi Govt rejects Rs 500-crore proposal of Phase II of the Gujarat Science City development plan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X