મોદીને એ પણ ખબર નથી કે સરક્રિક એક ખાડી છે: શંકરસિંહ વાઘેલા

તેમણે સિદ્ધપુર ખાતે મોદીએ કરેલા મોટા ઉત્સવની મજાક ઉડાવતા જણાવ્યું હતું કે, ભાજપની સરકારે સિદ્ધપુરમાં સરસ્વતીમાં નર્મદાનું પાણી નાખી સજીવન કરવાનું નાટક કર્યું હતું. પરજા સરકારની નાડ પારખી ગઈ છે સરસ્વતી નદીમાં કેટલા દિવસ પાણી રહ્યું અને પછી શું થયું તે લોકો જાણે છે.
તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ચૂંટણીમાં ઉંચુ મતદાન બતાવે છે કે, ભાજપ સરકાર તરફની પ્રજાની નફરત અને પરિવર્તનનો આ પૈગામ છે ભાજપની સરકારે યુસુફ પઠાણના શરણે જવું પડયું એ જ બતાવી આપે છે કે તેઓ અંદરથી ભયભીત છે. સરકારે પ્રજા માટે જે કરવું જોઈતું હતું તે કશું કર્યું નહીં હવે લોકોને ખોટી વાતો કરીને ભરમાવીને મતો લેવાની કોશિષ કરે છે.
વાઘેલાએ સિદ્ધપુરના મતદારોને અનુરોધ કર્યો હતો કે, તા. ૧૭ ડિસેમ્બરે કચકચાવીને મતદાન કરી ગાંધીનગરમાં ભાજપ સરકારને ઉખાડી ફેંકી કોંગ્રેસની ટનાટન સરકાર લાવો. સિદ્ધપુર કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમે પાંચ વર્ષમાં આ વિસ્તારમાં નર્મદાનું પાણી લાવીશં સિદ્ધપુર- વાગડોદમાં જી.આઇ.ડી.સી. થકી ૧૫ હજાર યુવાનોને રોજગારી પૂરી પાડીશું.












Click it and Unblock the Notifications
