For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ગુજરાતની ''ગિફ્ટ સિટી''ના ઝરૂખેથી એક નજર

By Kumardushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 10 જાન્યુઆરી: દેશના પ્રથમ ફાઇન્સાસિયલ સિટી 'GIFT' એટલે કે ગુજરાત ફાયન્સાસિયલ ટેક સિટીનું આજે સવારે 11 વાગે ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું. ગુજરાતની રાજધાની ગાંધીનગર પાસે બની રહેલી ગિફ્ટ સિટીમાં ટાવરનું નિર્માણ થઇ ગયું જ્યારે બીજા એક અન્ય ટાવર આગામી 6 મહિનામાં બની રહેશે એવી આશા સેવવામાં આવી રહી છે.

ગિફ્ટ સિટી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. તે ગુજરાતના દરેક નાનામાં નાના સેક્ટરને પ્રગતિ અપાવવા માંગે છે. અને ગિફ્ટ સિટી આ દિશામાં નાનકડુ પગલું છે. 28 માળનો એક ટાવર બની ગયો છે. અને અન્ય ટાવર ટુંક સમયમાં કાર્યરત થઇ જશે. દરેક ટાવરમાં 8 લાખ વર્ગફૂટની ઓફિસ સ્પેસ છે. પ્રથમ ટાવરમાં લગભગ 60 ટકા ઓફિસ સ્પેસ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, દેના બેંક, બેંક ઓફ બરોડા અને સિંડીકેટ બેંકે રસ દાખવ્યો છે. બેંકો ઉપરાંત ઘણીબધી ફાઇનાન્સિયલ અને કન્સલ્ટટિંગ પણ પોતાની ઓફિસ શરૂ કરવા માંગે છે.

gift-city

ગિફ્ટ સિટી કુલ 890 એકરમાં ફેલાયેલી છે જેમાં 110 ટાવર બનાવવામાં આવશે. આ ઉપરાંત ફાન્સાસિયલ સર્વિસિઝ એસઇઝેડ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ બનશે. 20,000 જેટલા નાના મકાનો પણ ગિફ્ટ સિટીમાં બનાવવામાં આવશે. જો કે 2010માં શરૂ થયેલ આ પ્રોજેક્ટને તૈયાર થતાં 12 વર્ષ જેટલો સમય લાગશે. અંદાઝે 75,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે શરૂઆત થોડો વધુ સમય લાગ્યો છે પણ તેને સમયમર્યાદામાં તૈયાર કરી દેવામાં આવશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi inaugurated GIFT ONE, the tallest tower of Gujarat, at Gujarat International Financial Tec-City (GIFT) on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X