For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો પીએમને વેધક સવાલઃ કોણ બદલ્યો ભારતનો ઇતિહાસને ભુગોળ?

|
Google Oneindia Gujarati News

નડીયાદ, 10 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ખેડામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે મોદીએ અબ્દુલ રશિદ પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સેવાકાર્યને બિરદાવ્યો હતો. આ સાથે જ તેમણે છત્તીસગઢમાં વડાપ્રધાન ડો. મનમોહન સિંહ દ્વારા ભુગોળ અને ઇતિહાસ બદલવા અંગે જે નિવેદન કર્યું હતું, તેના વળતો પ્રહાર કર્યો હતો.

આ તકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અહીં આવવા પાછળ જે વાત મને સ્પર્શ કરી ગઇ, તેનો હું ઉલ્લેખ જરૂરથી કરવા માગીશ. હું આમને પહેલાથી ઓળખતો નથી. તેઓ મળવા આવ્યા ત્યારે તેમની બે બાબતો, નાનપણથી દેશભક્તિના રંગથી રંગાયેલા હતા અને તેથી ભારત માતાની સેવા કરવા માટે તેઓ યુવાનીમાં સેનામાં ભરતી થયા, ભારતની રક્ષા માટે તેઓ સેનામાં સેવા બદ્ધ હતા, અને સેનામાં જ પોતાની સેવા આપતા આપતા તેમને ગોળી વાગી, ઇજા થઇ, તેથી સેનામાં કામ કરવું મુશ્કેલ હતું. બીજી વાત તેમણે તેમના બાળકોને સારું શિક્ષણ આપ્યું.

હું સમજું જેટલું મહત્વ આ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિયાયેબલ હોસ્પિટલ બનાવવાનું છે, તેટલું જ મહત્વનું છે કે તેમણે તેમના બાળકોને ડોક્ટર બનાવ્યા, આ એક દેશ અને સમાજ માટે કામ કર્યું છે, કોઇ પ્રોફેશનમાં જવાના બદલે સેનામાં જવાનું ડોક્ટર બનાવું વિચારે છે, પરિવાર એક થઇને સમાજની ભલાઇ માટે શહેરથી ઘણે દૂર એ વિસ્તારમાં જ્યાં આવકની સંભાવના ઓછી છે, ત્યાં જઇને હોસ્પિટલ ખોલવાનો વિચાર કરવો તે મહત્વનો છે. મોદીની સ્પીચ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

કોઇ ગરીબ બીમાર થાય તો તેનું કોણ?

કોઇ ગરીબ બીમાર થાય તો તેનું કોણ?

જો કોઇ અમીર બીમાર થાય તો સેંકડો ડોક્ટર્સ હાજર થઇ જાય, પરંતુ જો કોઇ ગરીબ બીમાર થાય તો તેનું કોણ? ગરીબ બીમાર થયા બાદ હોસ્પિટલ જવા માગે તો રીક્ષાવાળા પણ પહેલા પૈસા માગે છે ત્યારે તેમની પાસે કોઇ અવકાશ રહેતો નથી. ખેડા-આણંદ વિસ્તારમાં સૌથી વધુ એક્સિડન્ટ થાય છે, ત્યારે મને એ વાતનો સંતોષ છે કે અહીં આ હોસ્પિટલ ખોલવામાં આવી છે.

108ની સેવા બદલ મને ફોનમાં મળે છે આશિર્વાદ

108ની સેવા બદલ મને ફોનમાં મળે છે આશિર્વાદ

મને અઠવાડિયામાં એવા ફોન આવે છે, ફોન માત્રથી મારી દોડવાની અને કામ કરવાની શક્તિ વધી જાય છે. કોઇ દિકરી, ભાઇ, માતા ફોન કરે છે, તમારી જે 108 સેવા છે, તેના કારણે મારા બાળક, ભાઇની જિંદગી બચી ગઇ. 108 ક્યારેય એક રૂપિયો લેતી નથી. કોઇને એ પૂછતી નથી કે તમે ક્યાંના છો. હિન્દુ છો કે મુસ્લિમ. તમારે ક્યાં જવું છે અને 108 પહોંચાડી દે છે.

ચિરનજીવી યોજનાથી ઘણો ફાયદો થયો

ચિરનજીવી યોજનાથી ઘણો ફાયદો થયો

આ સેવાથી પ્રસુતા માતાને ઘણો ફાયદો થયો છે. પ્રેગ્નેન્સી સમયે જે વિસ્તારમાં ડોક્ટરી સેવાનો લાભ નહોતો મળતો ત્યારે અને સગર્ભા માતાનું કમોત થયાના અહેવાલ હતા, પરંતુ 108થી તેમના મૃત્યુદરોમાં ઘટાડો આવ્યો. ચિરનજીવી યોજના બનાવી આ યોજનાના કારણે ડોક્ટર્સ સાથે એમોયુ કર્યા, ડોક્ટર્સને જોડ્યા. કોઇપણ ગરીબ તમારા દરવાજા આવે તો સિઝેરિયન અને ડિલેવરી કરવામાં આવશે તો તેનો ખર્ચ સરકાર આવશે, જેથી ગરીબ માતાઓ અને બાળકો બચી રહ્યાં છે.

ચેરિટેબલ એક્ટિવિટી ગુજરાતની વિશેષતા

ચેરિટેબલ એક્ટિવિટી ગુજરાતની વિશેષતા

ગુજરાતની એક વિશેષતા છે કે ચેરિટેબલ એક્ટિવિટી ગુજરાતના લોહીમાં છે. તેના કારણે સમાજના દરેક ભાગમાં કોઇને કોઇ સમાજ ઉપયોગી કાર્ય કરે છે, ક્યાંક શાળા, પાણીની પરબ, હોસ્પિટલ, ગૌસેવા જેવા અનેક કાર્યો સમાજ દ્વારા કરવામાં આવે છે અને આજે એ જ સંબંધમાં આ ચેરિટેબલ હોસ્પિટલ બની રહી છે, જે ગુજરાતના સ્વભાવનું એક ઉમદા ઉદાહરણ છે.

ગુજરાતને બદનામ કરવાની બની ગઇ છે ફેશન

ગુજરાતને બદનામ કરવાની બની ગઇ છે ફેશન

ગુજરાતને બદનામ કરવું, ગાળો આપવાવની ફેશન બની ગઇ છે, પરંતુ આ એ જ ગુજરાત હિન્દુસ્તાનમાં સૌથી વધુ રક્તદાન કરનાર ગુજરાત છે. સૌથી વધારે ચક્ષુદાન ગુજરાતમાં થાય છે. સૌથી વધુ દેહદાન પણ ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં ગુજરાતમાં છે. દાન અને અન્યોની મદદ કરવી એ ગુજરાતના ડીએનએમાં છે. જેના કારણે ગુજરાત સેવના ક્ષેત્રમાં કોઇ કમી છોડતું નથી.

મેડિકલ ઇન્સ્યોરન્સ નહીં એસ્યોરન્સ

મેડિકલ ઇન્સ્યોરન્સ નહીં એસ્યોરન્સ

આપણા દેશમાં હાલના સમયે મેડિકલ વીમાની વાતો કરવામાં આવે છે. પશ્ચિમી દેશોમાં તેનું મહત્વ પણ વધારે છે. ભારતમાં મેડિકલ વીમાથી કામ ચાલી શકે નહીં. હિન્દુસ્તાનનું સ્વપ્ન હોવું જોઇએ હેલ્થ એસ્યોરન્સ. લોકોને પીવા માટે શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને સારું ભોજન મળે તો કોઇને હોસ્પિટલમાં જવાની આદત નહીં પડે. ગુજરાતે શુદ્ધ હવા, પાણી અને ભોજન માટે એક અભિયાન ચલાવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં અમદાવાદમાં હવા શુદ્ધિકરણ કરવામાં આવ્યું, નર્મદાનું પાણી છેક કચ્છમાં બેસેલા સેનાના જવાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગુજરાતના નવ હજારથી વધુ ગામોમાં પીવાનું શુદ્ધ પાણી વિશ્વની સૌથી લાંબી લાઇન થકી પહોંચાડવામાં આવ્યું છે, જેથી હેલ્થમાં ઘણો ફાયદો થયો છે.

સાત વર્ષમાં એક પણ પોલિયો કેસ ગુજરાતમાં નથી

સાત વર્ષમાં એક પણ પોલિયો કેસ ગુજરાતમાં નથી

એક સમય હતો જ્યારે પોલિયોગ્રસ્તની સંખ્યા વધારે હતી, ત્યારે તે સમયની ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા અભિયાન ઉઠાવવામાં આવ્યું. ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં પોલિયોનો એક કેસ નોંધાયો નથી. પોલિયો સંકટથી મુક્ત કરવાનું કામ એ સમયની દિલ્હીની સરકારના આરોગ્યમંત્રી ડો. હર્ષ વર્ધનને કર્યું હતું.

પીએમ પર પ્રહાર

પીએમ પર પ્રહાર

તમે ઇતિહાસની વાતો યાદ અપાવી. મારી પાર્ટીનો દરેક નાનો કાર્યકર્તા સંપૂર્ણપણે કન્વિન્સ કરી શકે છે, શું બોલવુ શું ના બોલવુ એ તમારા હાથમાં નથી. ભુગોળ કોણે બદલ્યુ? દેશ જાણવા માગે છે કે, તમારો જે ગામમાં જન્મ થયો એ ગામ ક્યારેક હિન્દુસ્તાન હતું, આજે તમારું ગામ હિન્દુસ્તાન નથી. આ ભુગોળ કોણે બદલ્યું. આ દેશના ટૂકડા કોણે કર્યા. ભારતને બે ભાગમાં વેચવાનું કામ કોંગ્રેસે કર્યું અને તમે અમને કહો છો.

વડાપ્રધાનને વેધક સવાલ

વડાપ્રધાનને વેધક સવાલ

વડાપ્રધાનજી તમને પૂછવા માગું છું કે તમે ભુગોળ કેવી રીતે બદલ્યુ. 1930માં સાબરમતીથી દાંડીની યાત્રા કરી હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વડાપ્રધાન આવ્યા હતા અને આ રોડને હેરિટેજ બનાવવામાં આવશે. એ માટે ઘન આપવાની વાત કરી હતી પરંતુ મળ્યું નથી, તમારી સરકારે મને પત્ર લખ્યો છે કે મહાત્મા ગાંધી જે રસ્તાએ ગયા હતા, 30 કિમી થોડાક અંદર લઇ જશુ તો સારું રહેશે હવે તમે મને જણાવો કે કોણ ભુગોળ બદલી રહ્યું છે. તમે ગાંધીને તો છોડી દીધા અને હવે ગાંધી માર્ગને બદલી રહ્યાં છો, ભુગોળ બદલી રહ્યાં છો.

તમે શા માટે 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામ નથી માનતા?

તમે શા માટે 1857ના સંગ્રામને સ્વાતંત્ર્ય સંગ્રામ નથી માનતા?

તમે ઇતિહાસની વાત કરી રહ્યા છો તો તેમને પૂછવા માગું છું કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. જેમાં હિન્દુ મુસ્લિમ એક થઇને લડ્યા અને અંગ્રેજોને પરસેવો લાવી દીધો હતો. તેમ છતાં તમે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ નહીં બગાવત કહીં રહ્યા છો.

શા માટે સરદાર, આંબેડકર ભુલાયા?

શા માટે સરદાર, આંબેડકર ભુલાયા?

સરદાર પટેલનું આટલું મોટુ યોગદાન હોવા છતાં તેમને તેમના નિધનના 41 વર્ષ બાદ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તેમના નિધનને 35 વર્ષ બાદ ભારત રત્ન આપવામાં આવ્યું, જ્યારે જવાહર લાલ નહેરુને તેઓ જીવીત હતા ત્યારે, ઇંદિરા ગાંધીને તેઓ જીવીત હતા ત્યારે અને રાજીવ ગાંધીને તેમની હત્યા થઇ એ જ વર્ષે ભારત રત્ન આપવામાં આવ્યું હતું, ત્યારે તમારી સરકારોએ કોઇ એક પરિવાર માટે આ મહાપુરુષોના યોગદાનને અવગણવામાં આવ્યું.

ગુજરાતમાં પીએમે કરેલા નિવદનનો જવાબ

ગુજરાતમાં પીએમે કરેલા નિવદનનો જવાબ

તમારી એક પરિવાર ભક્તિના કારણે અનેક નામો ભારતની આજની જનરેશન સુધી પહોંચી શક્યા નથી. તમે થોડા સમય પહેલા ગુજરાત આવ્યા ત્યારે સરદાર પટેલ અંગે વાત કરી હતી, ત્યારે અમે કહ્યું હતું કે ભારત માતા માટે જીવનાર વ્યક્તિ ગમે તે દળ અને સંપ્રદાયના હોય તેના માટે અમને ગૌરવ અને સન્માન છે.

English summary
Narendra Modi inaugurating Reliable Multi Specialtiy Hospital in Kheda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X