For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં મોદીએ હાઇ રાઇઝ હાઉસિંગનું ખાત મૂહૂર્ત કર્યું

|
Google Oneindia Gujarati News

Narendra Modi
વડોદરા, 26 સપ્ટેમ્બર : વડોદરામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર 25 સપ્ટેમ્બર, 2012ના રોજ વિવેકાનંદ યુવા પરિષદના કાર્યક્ર્મમાં 151 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા હાઇ રાઇઝ હાઉસિંગ કોમ્પ્લેક્સનું ખાત મૂહૂર્ત કર્યું હતું. આ કોમ્પ્લેક્સ ઓછી અને મધ્યમ આવક ધરાવતા વર્ગો માટે બનશે. આ કોમ્પ્લેક્સમાં 1092 મકાનો હશે. કાર્યક્રમમાં મોદીએ ગુજરાતના દિવ્ય ભવ્ય નિર્માણ માટે યુવાશકિતના સામર્થ્યને આહ્વાન કર્યું હતું.

મુખ્યમંત્રીએ રાજ્યમાં કુલ સાત યુવા પરિષદ યોજવામાં આવી હતી. વડોદરાની આ સાતમી યુવા પરિષદમાં નવજોત સિધ્ધુએ પણ યુવાશકિતને નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અખૂટ વિશ્વાસ હોવાથી ગુજરાતના યુવાનોનું ભવિષ્ય યશોજજ્વલ છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ 25 સપ્ટેમ્બર, 2012એ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિના અવસરે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા શહેરોમાં આવાસ નિર્માણના નવતર અભિગમ રૂપે વડોદરામાં માંજલપુરમાં રૂ.૧૫૧ કરોડના ખર્ચે આર્થિક રીતે નબળા-ઓછી આવક જૂથ અને મધ્યમ વર્ગ-જૂથના મળીને ૧૦૯૨ આવાસોના બહુમાળી સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે વિવેકાનંદ યુવા કેન્દ્રો માટેના રમત સાધનોના કિટ્સનું વિતરણ અને આરટી.ઓ.ની સ્માર્ટ આર.સી.બુકનું લોકાર્પણ પણ કર્યું હતું.

જો ગુજરાતને વિકાસના માર્ગે લઇ ના ગયા હોત તો રાજ્યના યુવાનોની બેરોજગારી ક્યાં પહોંચી હોત ? એવો વેધક પ્રશ્ન ઉઠાવતા તેમણે જણાવ્યું કે આજે ગુજરાતમાં રોજગારની એવી સ્થિતિ છે કે દેશના ખૂણે ખૂણેથી લોકો રોજી-રોટી માટે ગુજરાત આવે છે. આ નાનીસૂની સિધ્ધિ નથી એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ મંત્રીશ્રીએ વડોદરાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે ખ્યાતિ અપાવના અશુમાન ગાયકવાડ, યુસુફ પઠાણ, મુનાફ પટેલ, નયન મોંગીયા તથા અતુલ બેદાડે તેમજ બાસ્કેટ બોલના ખેલાડી શ્રી દિશાંત શાહ સહિતના રમતવીરોનું સન્માન પણ કર્યું હતું.

English summary
In Vadodara Narendra Modi laid foundation stone for a high-rise housing complex, at the cost of Rs.151 crore. Complex comprising 1092 houses, for the people of low-income and middle-income group.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X