મોદીએ બોલાવી સાંસદોની બેઠક, બેઠક પહેલા મળ્યા લાલકૃષ્ણ આડવાણીને

narendra modi
ગાંધીનગર, 16 ફેબ્રુઆરી: ગુજરાતની ગાદી પર ચોથીવાર બીરાજનાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચોથીવાર પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર સાંસદોની બેઠક બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે મોદીએ આ બેઠકમાં ગુજરાતના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.

મોદી દ્વારા આજે ગુજરાતના સાંસદોની બેઠક બોલાવવામાં આવી હતી, આ બેઠક ગાંધીનગર ખાતે યોજાવામાં આવી હતી. આ બેઠકમાં હાજરી આપવા ગુજરાતના કેટલાંક કોંગ્રેસી સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાતના પડતર પ્રશ્નો અંગે મોદી સાંસદો સાથે ચર્ચા કરી.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી પણ બેઠકમાં હાજરી આપવા માટે ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા. જોકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ આડવાણી વચ્ચે સાંસદોની બેઠક પહેલા જ મુલાકાત થઇ ગઇ હતી.

કોંગ્રેસી સાંસદ કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે ગઇ વખતે 100 પડતળ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે આ વખતે 29 જેટલા પ્રશ્નો ઓછા થઇ ગયા હતા. ઉપરાંત તેમાં 25 જેટલા વધુ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ અંગે પરસોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે સોથી પણ વધારે પડતર મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જ્યારે 109 જેટલા ગુજરાતના પડતર મુદ્દાઓની એક સૂચિ દરેક સાંસદોને આપવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X