For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોહપુરૂષને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવતા મોદીએ લખ્યુ કે...

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારતના લોહપુરૂષ અને ખેડૂતપુત્ર સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ પોતાના બ્લોગ પર શ્રદ્ધાંજલિ સંદેશ મૂક્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય તથા દેશની જનતાને પણ સરદાર પટેલ જેવા મહાપુરૂષના સપનાને પૂર્ણ કરવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીનો શ્રદ્ધાંજલિ સંદેશ આબેહૂબ આ પ્રમાણે છે...

પ્રિય મિત્રો,
૩૧મી ઓક્ટોબરે સમગ્ર ભારત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરશે.

આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી વધુ વિશેષ રહેશે કારણકે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ. ૧૮૨ મીટરની ઉંચાઈ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનશે, જે ભારતના લોહપુરૂષને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી ગણાશે. સરદાર સરોવર ડેમ પાસે આવેલા સાધુ બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લેશે.

અમે અત્યાધુનિક ટેકનોલોજીલ અને પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી) મોડેલ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે થોડા મહિના પહેલા મેં દેશભરના મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને તેમના લોખંડના ઓજારનું યોગદાન આપવા અપીલ કરી હતી, જેનો તેઓ ખેતી માટે ઉપયોગ કરે છે. સરદાર માત્ર લોહપુરૂષ જ નહી, પરંતુ ખેડૂતપુત્ર હતા. ફરીથી હું તમામ લોકોને આ નિર્માણ પ્રોજેક્ટમાં સહયોગ આપવા અપીલ કરું છું.

સરદાર પટેલ આધુનિક ભારતના ઘડવૈયા છે. વિવિધ અવરોધો પાર કરીને તેમણે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. જો આજે આપણે આપણી યુનિટીની ઉજવણી કરી રહ્યા છીએ તો તે સરદાર પટેલ અને તેમની અધિકારીઓની ટીમના પ્રયાસોને આભારી છીએ. બીજી હકીકત એ પણ છે કે દેશમાં એવા કેટલાક તત્વો છે, જેમનામાં આ એકતાથી ભય વ્યાપેલો છે. આ તત્વોએ લોકોમાં ભય ફેલાવવા અને ગેરમાર્ગે દોરવા માટે બંદૂક અને બોમ્બનો પણ ઉપયોગ કર્યો છે. ભગવાન બુધ્ધ, મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાપુરૂષો આ દેશમાં જન્મ્યા છે. ચાલો આપણે આ તત્વોને મજબૂત સંદેશો આપીએ કે તેમનો હિંસાનો માર્ગ કારગત નિવડશે નહી. તેમણે હિંસાનો માર્ગ છોડવો જોઇએ અને મુખ્ય પ્રવાહ સાથે જોડાઈને આપણા રાષ્ટ્રના વિકાસ માટે કામ કરવું જોઈએ, જેથી સરદાર પટેલ જેવા મહાપુરૂષના સપનાને પૂર્ણ કરી શકાય.

મને એ જોતાં આનંદ થાય છે કે http://www.India272.com પર (http://volunteer.india272.com/letter)તમે લખેલા પત્રોને અપલોડ કરવાની તક પૂરી પાડે છે. હું ભારપૂર્વક ભલામણ કરું છું કે તમે પત્ર લખો અને તેને ઈન્ડિયા૨૭૨ પર શેર કરો. આ માટે હું અહીં લીંક મૂકી રહ્યો છું.

હું સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વીડીયો અને અમદાવાદમાં સરદાર પટેલ મેમોરીયલના ઉદ્દઘાટન સમારોહમાં મારું વક્તવ્ય શેર કરી રહ્યો છું. આપના સહકાર અને આશીર્વાદ સાથે આપણે સરદાર પટેલના સૌથી ઉંચા સ્ટેચ્યુનું નિર્માણ કરીશું.

નરેન્દ્ર મોદી

લોહપુરૂષને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવતા મોદી

લોહપુરૂષને શ્રદ્ધાંજલિ સંદેશ પાઠવતા મોદી

આ વર્ષે સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી વધુ વિશેષ રહેશે કારણકે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ. ૧૮૨ મીટરની ઉંચાઈ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ બનશે, જે ભારતના લોહપુરૂષને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી ગણાશે. સરદાર સરોવર ડેમ પાસે આવેલા સાધુ બેટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી આકાર લેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ

અમે અત્યાધુનિક ટેકનોલોજીલ અને પીપીપી (જાહેર ખાનગી ભાગીદારી) મોડેલ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીશું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે થોડા મહિના પહેલા મેં દેશભરના મારા ખેડૂત ભાઈઓ અને બહેનોને તેમના લોખંડના ઓજારનું યોગદાન આપવા અપીલ કરી હતી, જેનો તેઓ ખેતી માટે ઉપયોગ કરે છે. સરદાર માત્ર લોહપુરૂષ જ નહી, પરંતુ ખેડૂતપુત્ર હતા. ફરીથી હું તમામ લોકોને આ નિર્માણ પ્રોજેક્ટમાં સહયોગ આપવા અપીલ કરું છું.

સરદાર પટેલ મેમોરીયલના ઉદ્દઘાટન સમારોહ

અમદાવાદમાં સરદાર પટેલ મેમોરીયલના ઉદ્દઘાટન સમારોહમાં મારું વક્તવ્ય શેર કરી રહ્યો છું. આપના સહકાર અને આશીર્વાદ સાથે આપણે સરદાર પટેલના સૌથી ઉંચા સ્ટેચ્યુનું નિર્માણ કરીશું.

સરદાર પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ.

સરદાર પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ.

ભારતના લોહપુરૂષ અને ખેડૂતપુત્ર સરદાર પટેલને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કરીએ.

English summary
Narendra Modi pays tributes to Sardar Patel on his birth anniversary, writes about Statue of Unity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X