For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો સમાચાર ખોટા હશે તો માફી માંગવા તૈયાર છું: નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra modi
ભાવનગર, 2 ઑક્ટોબર: સોનિયા ગાંધીની વિદેશયાત્રા પર કરવામાં આવેલા 1880 કરોડ રૂપિયાના સરકારી ખર્ચના મુદ્દે નરેન્દ્ર મોદી સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું હતું કે એક સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર વાંચીને મે આરોપ લગાવ્યો હતો જો સમાચાર ખોટા હશે તો હું માફી માંગવા માટે તૈયાર છું.

આરટીઆઇ કાર્યકર્તાએ મોદીની પોલ ખોલી

સોનિયા ગાંધી અંગેના નરેન્દ્ર મોદીના નિવેદન પર વિવાદ શરૂ થઇ ગયો છે. સોનિયા ગાંધીની વિદેશ યાત્રા પર આરટીઆઇ દાખલ કરનારા રમેશ વર્માનું કહેવું છે કે હજુ સુધી સરકાર તરફથી તેમણે આ મુદ્દે કોઇ જવાબ મળ્યો નથી અને જો કે હાલ આ મુદ્દે હું જવાબની રાહ જોવું છું. આ મુદ્દે દિગ્વિજય સિંહે પણ કહ્યું હતું કે મોદી જૂઠ્ઠું બોલી રહ્યાં છે અને આરએસએસે તેમણે જુઠ્ઠું બોલતા શિખવાડ્યું છે. મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે.

હિસારના રહેવાસી રમેશ વર્માએ મોદીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જો પોતાના ભાષણોમાં મારા દ્રારા દાખલ કરવામાં આવેલી આરટીઆઇ એપ્લિકેશનની વાત કરી રહ્યાં છે તો હું એ જણાવી દઇશ કે આ મુદ્દે મને સરકાર તરફથી કોઇ જવાબ મળ્યો નથી.

રમેશ વર્માએ કહ્યું હતું કે '2010' માં દાખલ કરી મેં પૂછ્યું હતું કે સોનિયા ગાંધીની વિદેશ યાત્રા દરમિયાન ગત 15 વર્ષોમાં ભારત સરકારે કેટલો ખર્ચ કર્યો છે. આ અંગે મને કોઇ જવાબ મળ્યો ન હોવાથી મેં સીઆઇસીમાં એક ફરિયાદ કરી હતી ત્યારે આ અંગે જવાબ આપવા માટે સીઆઇસીએ અલગ-અલગ વિભાગોને ઓર્ડર કર્યો હતો. પરંતુ અફસોસ છે કે સીઆઇસીએ ઓર્ડર કર્યો હોવાછતાં હજુસુધી મને જવાબ મળ્યો નથી. રમેશ વર્માએ કહ્યું હતું કે આ મુદ્દે ભાજપના કોઇ કાર્યકર્તાએ મારો સંપર્ક કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે સોમવારે સૌરાષ્ટ્રમાં જનમેદનીને સંબોધતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકાર સાદગી અને ઓછાખર્ચની વાતો કરે છે પરંતુ ગત ત્રણ વર્ષોમાં સોનિયા ગાંધીની વિદેશ યાત્રાઓ પર પ્રજાના 1880 કરોડ ખર્ચ કરવામાં આવ્યાં છે.

ગત વખતે ગુજરાતના ચૂંટણી પ્રચાર દરમિયાન સોનિયા ગાંધીએ મોદીને મોતના સોદાગર કહ્યા હતા. ત્યારપછી નરેન્દ્ર મોદીએ સોનિયા પર પ્રહાર કરવાની એકપણ તક છોડી નથી. તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધીની વિદેશ યાત્રા પર જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એટલો ખર્ચ સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લાનું વાર્ષિક બજેટ છે. તેમણે યૂપીએ સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે કઇ હેસિયતથી સોનિયા ગાંધીને વિદેશમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત પ્રકાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 8 વખત તેમની બિમાર માતા સમાચાર પૂછવા માટે અમેરિકા ગઇ હતી. આ દરમિયાન તેમને વિશેષ વિમાન પુરા પાડવામાં આવ્યાં હતાં અને હોટલોનો ખર્ચ પણ સરકારે ઉપાડ્યો હતો. તેમને કહ્યું હતું કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માટે ચાર્ટર્ડ વિમાન ઉપલબ્ધ કરવામાં આવે છે, સોનિયા ગાંધીને આ સેવાઓ કેવી રીતે પુરી પાડવામાં આવી. મોદીએ સરકાર પાસે સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ દરમિયાન થયેલા ખર્ચની માહિતી માંગ કરી છે.

English summary
Gujarat Chief Minister Narendra Modi has said that he will apologise if his allegations against UPA chairperson Sonia Gandhi turn out to be wrong.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X