મોદી આપશે આજે રાજીનામું, સીએમ તરીકે નક્કી થશે તેમના ઉત્તરાધિકારી

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 મેઃ દેશના 14માં વડાપ્રધાન બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદી બુધવારે બપોરે ત્રણ વાગ્યે રાજ્યપાલને ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવામાં આવશે. પોતાનું રાજીનામું સોંપતા પહેલા મોદી ભાજપના ધારાસભ્યો દ્વારા આયોજીત વિદાય ભોજમાં સામેલ થશે. મોદી રાજ્ય વિધાનસભામાં મણિનગરનું પ્રતિનિધત્વ કરે છે.

cm-pm-narendra-modi
ભાજપના સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મોદી દ્વારા રાજીનામું આપવામાં આવ્યા બાદ ભાજપના ધારાસભ્ય પોતાના ઉત્તરાધિકારીની ઔપચારિક રીતે પસંદ કરશે. ભાજપે જોકે મોદીના ઉત્તરાધિકારીની જાહેરાત કરી નથી, મોદીની ઇચ્છા અનુસાર તેમના ઉત્તરાધિકારીની જાહેરાત કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ એવી વાતો પણ ચર્ચામાં છેકે મોદીના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાલની સરકારના મહેસુલ મંત્રી આનંદીબેન પટેલનું નામ નક્કી છે.

ધારાસભ્યો તરફથી ઔપચારિક રીતે પસંદગી કરવામાં આવ્યા બાદ નવા નેતા બુધવારે સાંજે છ વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. નવા મુખ્યમંત્રી 22 મેના રોજ 12.39 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે.

English summary
Narendra Modi, Gujarat chief minister, will resign today after addressing a special session of the state assembly. His revenue minister Anandiben Patel is the front-runner to replace him in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X