2 states: મોદીએ ગુજરાત-મહારાષ્ટ્રને પાઠવી શુભેચ્છા
ગાંધીનગર, 1 મેઃ મુંબઇમાંથી ગુજરાતને અલગ રાજ્ય બનાવવામાં માટે ચાલેલી મહાગુજરાત ચળવળ બાદ 1 મે એટલે કે આજના દિવસે વર્ષ 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય બનાવવામાં આવ્યા હતા. આજે બન્ને રાજ્યનો જન્મદિવસ હોય ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આ વખતે બન્ને રાજ્યોની જનતાને શુભેચ્છા પાઠવી છે.

નોંધનીય છેકે મુંબઇ રાજ્યનું વિભાજન કરવા કોઇ માગતુ નહોતું, તેની પાછળનું કારણ ગુજરાત અને મુંબઇના આર્થિક હિતો હતા અને તે સમયના રાષ્ટ્રીય નેતાઓ પણ મુંબઇના બે ભાગ ના પડે તેવું ઇચ્છતા હતા, જોકે પ્રજાને તે સ્વિકાર્ય નહોતું, અને મહાગુજરાત ચળવળ હાથ ધરવામાં આવી. વર્ષ 1960માં મુંબઇ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું, જેમા એક રાજ્ય બન્યુ મહારાષ્ટ્ર અને બીજુ બન્યું ગુજરાત બન્યુ હતું.












Click it and Unblock the Notifications
