Video: રાજકોટમાં 1.7 લાખના ખર્ચે બન્યું 'નમો'નું મંદિર!
રાજકોટ, 11 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોએ ગુજરાતના રાજકોટમાં તેમનું મંદિર બનાવ્યું છે. કોઠારિયા રોડ પર સ્થિત આ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરનું ઉદઘાટન 16 ફેબ્રુઆરીના રોજ થવાનું છે.
ઓમ યુવા ગ્રુપના નેતા જયેશ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં કોઇ જીવિત વ્યક્તિનું આ પહેલું મંદિર છે. તેમણે જણાવ્યું કે આ ગ્રૂપના લગભગ 350 લોકોએ મંદિરના નિર્માણ માટે દાન આપ્યું છે.

જયેશ પટેલે જણાવ્યું કે પહેલા અમે નરેન્દ્ર મોદીની તસવીર લગાવી હતી, પરંતુ હવે અમે તેમની મૂર્તિ લગાવી છે, જેના નિર્માણમાં 1.7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. તેમણે જણાવ્યું કે આખા મંદિરના નિર્માણમાં 1.7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
જુઓ વીડિયોમાં કેવું નરેન્દ્ર મોદીનું મંદિર...












Click it and Unblock the Notifications
