કોંગ્રેસ તો બાટલા ઉઠાવી જતી પાર્ટી છેઃ મોદી

Narendra Modi
ધોળકા, 09 ઑક્ટોબરઃ ઘોળકા ખાતે પહોંચેલી વિકાસયાત્રામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષા, વડાપ્રધાન અને કેન્દ્રની કોંગ્રેસ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે કોંગ્રેસ પ્રજાને છેતરતી હોવાનું કહી મોંઘવારી સહિતના મુદ્દે પ્રજાનો મત જાણ્યો હતો.

ધોળકા ખાતે મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ઘરનું ઘરના ફરફરિયા વેંચની આ કોંગ્રેસ તમારા ઘરમાંથી રાંધણ ગેસના બાટલા ઉઠાવી ગઇ છે, પ્રજાએ તેનાથી ચેતવા જેવું છે. છેતરપિંડી અને જૂઠ્ઠાણા ફેલાવવા સિવાય કોંગ્રેસે કંઇ કર્યું નથી.

કોંગ્રેસની દિશા અને દશા બદલીયેની વાત પર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે એવી દિશા પકડી છે કે દેશની દશા બદલી નાંખી છે અને હવે એ ગુજરાતની દશા બગાડવા નિકળા છે. કોંગ્રેસની દિશા વિકાસની નહીં પણ કોમ-કોમ, ભાઇ-ભાઇ, પ્રાંત-પ્રાંતને લડાવવાની, જુઠ્ઠાણા ફેલાવવાની અને કૌભાંડ કરવાની છે.

આખા દેશમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે. જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં રાજ્યોની તિજોરી ખાલી જઇ ગઇ છે. બધા રાજ્યોને બરબાદ કર્યા પછી હવે તેમનો ડોળો ગુજરાત પર છે. ગુજરાતને ખાલી કરવાનું આ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે, પરંતુ હું ગુજરાતની તિજોરીનો ચોકીદાર છું. જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ તિજોરી પર કોઇ પંજો નહીં પડવા દઉ, તેમ મોદીએ વધુમાં જણાવ્યું હતું.

મોદીએ કોંગ્રેસની ખિલ્લી ઉડાડતા કહ્યું હતું કે, આ કોંગ્રેસે મારી પર આક્ષેપ મુક્યો છે કે મે ભ્રષ્ટાચાર કર્યો છે. શેનો 250 ઝભ્ભાનો. આમાં કાંતો 2 ખોટા છે કાંતો 0 ખોટો છે, પણ હા, મે આ 250 ઝભ્ભાનો ભ્રષ્ટાચાર કર્યો છે અને હું સ્વિકારું છું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X