For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને પાઠવી રમજાનની શુભેચ્છા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 11 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રમજાનના પવિત્ર મહિનાના પ્રથમ દિવસે આજે મુસલમાનોને શુભેચ્છા પાઠવી હતી, જેની કોંગ્રેસે આકરી ટીકા કરતાં કહ્યું હતું કે તે વોટ માટે આ બધુ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને શુભેચ્છા પાઠવતાં ટ્વિટર પર લખ્યું હતું કે રમજાનની શુભેચ્છા. આ પવિત્ર મહિનો આપણામાં જીવનમાં પ્રસન્નતા, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

વર્ષ 2002ના સાંપ્રદાયિક રમખાણોના દાગને ભૂસવાનો પ્રયત્ન કરી રહેલા નરેન્દ્ર મોદીને લઇને હાલમાં ભાજપની ચૂંટની અભિયાન સમિતિના અધ્યક્ષ બની ગયા છે. મુસ્લિમોને તેમની શુભેચ્છાને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં છબિ બદલવાના પ્રયત્નના રૂપમાં જોવામાં આવી રહી છે.

narendra-modi-twitter

નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત કોગ્રેસના અર્જુન મોઢવાડિયાએ કોઇ પાર્ટી કે વ્યક્તિનું નામ લીધા વિના કહ્યું હતું કે 'તે વોટ માટે આ બધુ કરી રહ્યાં છે. તે રામ મંદિરનો મુદ્દો ઉઠાવશે અને પછી છોડી મુકશે. તે કહેશે કે મોહંમદ અલી જિણા ધર્મનિરપેક્ષ હતા. તે સચ્ચર સમિતિની રિપોર્ટ સળાવશે અને તે રમજાનની શુભેચ્છા પાઠવશે.'

તેમને કહ્યું હતું કે આ પ્રજા છે અને તે બધુ જાણે છે. તેમને રમજાનની શુભેચ્છા માટે તેમને પોતે પણ ટ્વિટરનો સહારો લીધો છે. તેમને કહ્યું હતું કે બધાને રમજાનની શુભેચ્છા પાઠવી હતી. આ પવિત્ર મહિનો બધા માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે.

English summary
Narendra Modi Thursday greeted the Muslims at the beginning of the holy month of Ramzan, a move that invited criticism from the Congress, which said," they will do anything to get votes".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X