મોદીએ લીધા માંના આર્શિવાદ, હીરાબેને શગૂન તરીકે આપ્યા 101 રૂપિયા

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 22 મે: દેશના 14મા વડાપ્રધાનમંત્રી બનવા જઇ રહેલા નરેન્દ્ર મોદી ગુરૂવારે પોતાની માં હીરાબેનને મળવા તેમના ઘરે પહોંચ્યા. દિલ્હી આવતાં પહેલાં નરેન્દ્ર મોદીએ માંના આર્શિવાદ લીધા. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી 26 મેના રોજ વડાપ્રધાનમંત્રી પદની શપથ લેશે. ગુજરાતમાં બધા કાર્યક્રમોને પતાવ્યા બાદ નરેન્દ્ર મોદી આજે દિલ્હી રવાના થતાં પહેલાં પોતાની માંને મળવા પહોંચ્યા હતા.

જાણકારી અનુસાર નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાની માં સાથે મુલાકાત દરમિયાન ઘણીવાર વાતચીત કરતા રહ્યાં. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ માંને પગે લાગીને આર્શિવાદ લીધા. માંએ નરેન્દ્ર મોદીને મિઠાઇ ખવડાવી અને જ્યારે નરેન્દ્ર મોદીએ પાણી પીધું તો માંએ વાત્સલ્ય પ્રેમથી વસીભૂત થઇને તેમના મોંઢાને રૂમાલ વડે સાફ કર્યું. આ દરમિયાન નરેન્દ્ર મોદી પોતાની માંને પ્રેમપૂર્વક નિહાળતા રહ્યાં અને તેમની સાથે વાત પણ કરતાં રહ્યા. માં પાસેથી વિદાય લેતાં પહેલાં હીરાબેને પુત્ર નરેન્દ્ર દામોદર ભાઇ મોદીને શગુન તરીકે 101 રૂપિયા આપ્યા.

ઉલ્લેખ યોગ્ય છે કે કોઇ શુભ કાર્યને કરતાં પહેલાં પરિવારના વરિષ્ઠ જન નાના સભ્યોને દ્વવ્ય આપીને આર્શિવાદ આપે છે. ઠીક એવી રીતે કે માં હિરાબેને શપથ ગ્રહણ પહેલાં નરેન્દ્ર મોદીને દ્રવ્ય આપીને આર્શિવાદ આપ્યા હતા. આ દરમિયાન માંનો અપાર પ્રેમ મેળવીને નરેન્દ્ર મોદી ખૂબ ગદગદીત જોવા મળી રહ્યાં હતા. આર્શિવાદ આપતી વખતે એવું પ્રતિત થઇ રહ્યું હતું કે જેવી રીતે કે પોતાના પુત્રને એમ કહી રહી હોય કે જેવો વિકાસ ગુજરાતમાં કર્યો એવો વિકાસ દેશમાં કરવો.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે બુધવારે ગુજરાત વિધાનસભામાં વિદાય સમારોહમાં સદને સંબોધિત કરી રહ્યાં હતા, તેમની માતાએ ધ્યાનપૂર્વક વડાપ્રધાન બનવા જઇ રહેલા પોતાના પુત્રના ભાષણને ટીવી પર જોયું. આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે ગુજરાતી ભાષામાં આપવામાં આવેલા ભાષણને સાંભળીને માં હિરાબેન ખૂબ ગૌરવ અનુભવ કરી રહ્યાં હતા.

101 રૂપિયા શગુન તરીકે

101 રૂપિયા શગુન તરીકે

માં પાસેથી વિદાય લેતાં પહેલાં હીરાબેને પુત્ર નરેન્દ્ર દામોદર ભાઇ મોદીને શગુન તરીકે 101 રૂપિયા આપ્યા.

ભેટ સ્વરૂપે ગીતા

ભેટ સ્વરૂપે ગીતા

નરેન્દ્ર મોદી પોતાના મોટા પગલાં પહેલાં કે પછી માંને મળે છે. ગુજરાત વિધાનસભામાં હેટ્રીક લગાવ્યા બાદ પણ માંને મળ્યા હતા. ત્યારે તેમની માંએ તેમને ગીતા ભેંટ કરી હતી.

મોદીની ટ્વિટ

મોદીની ટ્વિટ

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વધુ એક જાણકરી આપી હતી. તેમણે લખ્યું 'જ્યારે હું દિલ્હી માટે નિકળી રહ્યો હતો તો મને મારા પર્સનલ સ્ટાફ પાસેથી એક વાતની ખબર પડી. આ વાત મારા માટે એકદમ સરપ્રાઇઝ હતી અને મારા દિલને અડકી લેનાર હતી. ડ્રાઇવર અને સિક્યોરિટી સ્ટાફે મારી સરકારે ગાડીમાં રામચરિતમાનસનું એક નાનું મંદિર બનાવ્યું હતું જ્યાં તેમણે 12 વર્ષ સુધી રોજ મારી સુરક્ષા માટે પૂજા કરી. કેટલાક સુરક્ષાકર્મી આ મંદિરમાં રોજ પૂજા કરતા હતા. હું નથી જાણતો કે આવા કેટલા લોકો સદિચ્છાએ મારા સુધી પહોંચ્યા છે. ધન્યવાદ ગુજરાત.

આવજો ગુજરાત

આવજો ગુજરાત

નરેન્દ્ર મોદી 26 મેના રોજ ભારતના વડાપ્રધાન પદની શપથ લેશે. બુધવારે તેમણે ગુજરાતમાંથી વિદાય લેતાં કહ્યું 'આવ જો ગુજરાત'.

English summary
Earlier in the day, PM-designate Narendra Modi left Gandhinagar for Delhi after an emotional farewell from his 90-year-old mother. She blessed her son and gifted him Rs.101.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X