ખોટા વચનો આપી કોંગ્રેસ પ્રજાને છેતરે છેઃ મોદી

ધોળકા ખાતે પહોંચેલી વિવેકાનંદ વિકાસયાત્રામાં મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકાર ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે. ગુજરાતના વિકાસ અંગે કોંગ્રેસ દ્વારા જે કંઇપણ કહેવામાં આવી રહ્યું છે તે જુઠ્ઠાણાથી ભરેલું છે. કોંગ્રેસ ખોટા-ખોટા વચનો ગુજરાતની જનતાને આપીને ગેરમાર્ગે દોરી રહી છે.
તેમણે સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું છે કે, સોનિયા ગાંધીએ રાજકોટમાં ચૂંટણી અંગેનું પોતાનું મેનુ રજૂ કર્યું છે. પરંતુ તેઓ મોંઘવારી અંગે કંઇ બોલ્યા નથી. તેમણે મોંઘવારી અંગે ખેદ વ્યક્ત કરવો જોઇએ.
નોંધનીય છે કે, મોદીની વિકાસયાત્રા હવે ખેડા, મહેમદાવાદ, નિકોલ, દેહગામ, માણસા, ગોઝારીયા અને કલોલમાં પહોંચશે. કલોલમાં મોદી જાહેર મેદનીને સંબોધવાના છે.












Click it and Unblock the Notifications
