• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એસએમએસે કરી મોદી ઉંઘ હરામ, લેઉવા પટેલ સમાજમાં નારાજગી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

રાજકોટ, 13 ડિસેમ્બર: નરેન્દ્ર મોદીના મંત્રી વિરૂદ્ધ એસએમએસ મોકલવો રાજકોટના લેઉવા પટેલ સમાજના યુવકને મોઘું પડ્યું હતું. આ યુવકે એસએમએસમાં ગુજરાતના નાણામંત્રી વજુભાઇ વાળા વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. વજૂભાઇ વાળા દ્રારા ફરિયાદ કરવામાં આ યુવાનની ઘરપકડ કરી હતી. યુવાનની ધરપકડ બાદ લેઉવા પટેલ સમાજમાં જોરદાર નારાજગી પ્રવતવા પામી હતી.

પ્રથમ ચરણના મતદાનના ઠીક એક દિવસ પહેલાં એક એસએમએસે સૌરાષ્ટ્રના સિંહાસનમાં ખળભળાટ મચાવી દિધો છે. એસએમએસમાં લખ્યું હતું કે એક ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આઠ ડિસેમ્બરની રાતે 9 વાગે વજૂભાઇ વાળાને લેઉવા પટેલ સમાજ વિશે પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું હતું કે અમારે નમવાની જરૂરત નથી, પટેલ સમુદાયથી તેમને કોઇ ફરક પડતો નથી. તમે આ એસએમએસને વધુમાં વધુ લોકોને મોકલો.

વજુભાઇ વાળા ગુજરાતના નાણામંત્રી છે અને રાજકોટથી ચુંટણી લડી રહ્યાં છે. વજુભાઇ વાળાનું આ નિવેદન કયા સંદર્ભે આપ્યું છે તે સ્પષ્ટ નથી, પરંતુ અલ્પેશ પટેલ નામના યુવકે વજુભાઇ વાળાના નિવેદનને બલ્ક એસએમએસના માધ્યમથી લગભગ પાંચ હજાર લોકો સુધી પહોંચાડી ભાજપમાં ખળભળાટ મચાવી દિધી હતી. આ નિવેદન વજુભાઇ વાળા અને સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ બગાડવા પુરતો હતો કારણ કે ગુજરાતમાં 23 ટકા લેઉવા પટેલના વોટ છે. સૌરાષ્ટ્રની લગભગ 33 સીટો પર લેઉવા વોટ હાર-જીતનો નિર્ણય કરે છે.

આ મુદ્દો એકદમ સંવેદનશીલ હતો જો કે ભાજપનું આખુ તંત્ર હરકતમાં આવી ગયું છે. ભાજપે તાત્કાલીક પોલીસ ફરિયાદ નોધાવી અને પોલીસે એસએમએસ મોકલનાર યુવકની ધરપકડ કરી દિધી. ભાજપ કાયદાની વાત કરી રહી છે. પોલીસ આ કાર્યવાહીને યોગ્ય ગણાવી રહી છે પરંતુ કોંગ્રેસ વિરોધ વ્યક્ત કરી રહી છે. જો કે કેશુભાઇ ફેક્ટર અને હવે એસએમએસ કાંડ સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મુસિબત બની શકે છે.

English summary
, saurashtra, rajkot, narendra modi, bjp, , સૌરાષ્ટ્ર, રાજકોટ, નરેન્દ્ર મોદી, ભાજપ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X