For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી 1 ડિસેમ્બરે 6 સભા સંબોધી ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

|
Google Oneindia Gujarati News

narendra-modi
અમદાવાદ, 30 નવેમ્બર : ભાજપાના ગુજરાત રાજયના લોકનાયક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી પહેલી ડિસેમ્બરના રોજથી ગુજરાતમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. તેઓ ભગવાન સોમનાથના દર્શન કરી પ્રચાર સભા ગજવશે.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની વિગતો આપતા ભાજપાના મીડિયા ઈન્ચાર્જ ડૉ. જગદીશ ભાવસારે જણાવ્યું છે કે પહેલી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના ગૌરવ ભગવાન સોમનાથના દર્શન કરી 10.30 કલાકે સવારે વેરાવળ ટાવર ચોક ખાતે પ્રજાને સંબોધન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.

તેઓએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી 11.30 કલાકે ખાંભા ખાતે, 1.00 કલાકે મહુવા (ભાવનગર) ખાતે, એમ ત્રણ સભા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં સંબોધશે.

સૌરાષ્ટ્રમાં સભા સંબોધી નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતમાં ધરમપુર ખાતે 3.00 કલાકે, 6.00 કલાકે કતારગામ દરવાજા અને 7.00 કલાકે પિયુષ કોમ્પલેક્ષ ઉધનામાં જાહેરસભા સંબોધશે.

નરેન્દ્રભાઈ મોદીએ 3D ટેકનોલોજીના માધ્યમથી 29 નવેમ્બરના રોજ 26 જાહેરસભા સંબોધી છે અને 4 ડિસેમ્બરના રોજ બીજા 26 સ્થાનો પર 3D ટેકનોલોજીના માધ્યમથી સભા સંબોધશે.

English summary
Modi will start stormy election campaign from 1 December.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X