મોદી હતાશ વ્યક્તિની જેમ વાત કરી રહ્યાં છે: અહેમદ પટેલ

નરેન્દ્ર મોદીએ શુક્રવારે કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે કોંગ્રેસમાં દમ હોય તો અહેમદ પટેલને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી બતાવે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહેમદ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ રમત પડદા પાછળ રમાઇ રહ્યો છે.
મણિનગરમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કોઇપણ નામ લીધા વગર કોંગ્રેસે વિસાવદર વિધાનસભા સીટ પર પોતાનો કોઇ ઉમેદવાર ઉભો ન રાખી કેશુભાઇ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે સમજૂતી કરી લીધી છે. કેશુભાઇ પટેલ વિસાવદર સીટ પરથી પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે 'તેમના એ કહેવાનું સાહસ નથી કેટલાક અન્ય પક્ષો સાથે તેમની સમજૂતી છે અને તેમને કેટલીક ગુપ્ત વ્યવસ્થા કરી છે.'












Click it and Unblock the Notifications
