મેં એક માર્ગદર્શક ગુમાવ્યાઃ નરેન્દ્ર મોદી

તેમણે વધુમાં કહ્યું કે, બાળા સાહેબ એક યોદ્ધાની જેમ જંગ લડ્યા, તેમના લાંબા આયુષ્ય માટે દશભરે દુવાઓ કરી, પરંતુ આપણે નિરાશ થવું પડ્યું, આપણે બાળા સાહેબને ગુમાવવા પડ્યા. તેઓ એક સારા કાર્ટૂનિસ્ટ અને પત્રકાર હતા, તેમણે પોતાના વિચારોના આધારે મહારાષ્ટ્રનને ઝંઝોળી નાંખ્યું અને હિન્દુસ્તાનના રાજકારણમાં પોતાનું એક અલગ સ્થાન મેળવી તેમણે લોકોના દિલ જીત્યા.
બાળા સાહેબ એ જિંદાદીલ વ્યક્તિ હતા. તેઓ સંઘર્ષ પણ જિંદાદિલીથી અને સ્નેહ પણ જિંદાદિલીથી કરતા હતા. તેમણે એક સંગઠનની જેમ જન આંદોલન અને એક રાજકિય દળ ઉભૂ કર્યું. તે એક સાચા દેશભક્ત હતા અને દેશભક્તિમાં તેઓ ક્યારેયપણ કોમ્પ્રોમાઇઝ સહન કરતા નહોતા. આજે દેશે એક પ્રખર દેશભક્તિના વિચારક ગુમાવ્યા છે, તેમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે.
શિવસેના સુપ્રીમો બાળા સાહેબ ઠાકરેનું હૃદય રોગનો હુમલો આવવાથી નિધન થયું છે. તે 86 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમણે 3.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેમની હાલત ગંભીર થઇ ગઇ હતી. ડોક્ટરોએ ઘણા પ્રયત્નો કરવા છતાં તેમને બચાવી શક્યા નહોતા. બાળા સાહેબના નિધનના સમાચાર મળતાં જ તેમના નિવાસ્થાન માતોશ્રી ખાતે માતમ છવાયું છે.












Click it and Unblock the Notifications
