For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કેન્ટિન કોન્ટ્રાક્ટર હતા મોદી, ક્યારેય ચા નથી વેચી'

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 ફેબ્રુઆરી: નરેન્દ્ર મોદીના 'ચાવાળા' હોવાના ભૂતકાળ અંગેના શબ્દયુદ્ધને નવું રૂપ આપતા કોંગ્રેસે જણાવ્યું કે મતદાતાઓ સાથે જોડાવા માટે હંમેશા પોતાના પોતાના ભૂતકાળનો ઉલ્લેખ કરનારા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર ક્યારેય ચાવાળા ન્હોતા, પરંતુ તેઓ માત્ર એક 'કેન્ટિન કોન્ટ્રાક્ટર' હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજનૈતિક સચિવ અહમદ પટેલને મોદીના મહત્વકાંક્ષી પ્રચાર અભિયાન 'ચાય પે ચર્ચા'ને ચૂંટણી પ્રપંચ ગણાવ્યું.

મોદીનું નામ લીધા વગર પટેલે જણાવ્યું 'ચાય પે ચર્ચા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહેલું નાટક છે. તેમણે જણાવ્યું કે 'ચાવાળા એસોસિએશને અમને જણાવ્યું કે તે ક્યારે પણ ચા ન્હોતા વેચતા, પરંતુ તેઓ કેન્ટીન કોન્ટ્રાક્ટર હતા.' પટેલ અત્રે આયોજિત 'સ્વરાજ કચ્છ' રેલીમાં બોલી રહ્યા હતા. સામાજિક કાર્યકર્તા લાલજી દેસાઇ આજે માલધારી સમાજના પોતાના હજારો સમર્થકો સહિત કોંગ્રેસમાં સામેલ થયા છે.

congress
સરદાર વલ્લભભાઇ પટેલની વિરાસતને પોતાને હસ્તક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મોદી પર લગાવતા જણાવ્યું કે કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે 'પટેલની સૌથી ઊંચી પ્રતિમા લગાવીને તેઓ વડાપ્રધાનની ખુરશી સુધીની સીડી બનાવવા માગે છે.' તેમણે મોદીના ગુજરાત વિકાસ મોડેલ પર પણ ટિખળ કરતા જણાવ્યું કે 'આ ગુજરાત મોડેલ ના હોઇ શકે.

ગુજરાત મોડેલ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સિદ્ધાંતો પર આધારિત છે. કેટલાંક લોકોને દુર્ઘટનાવશ સત્તા મળી ગઇ અને તેમણે ગાંધી, સરદાર અને આંબેડકર જેવા મહાન નેતાઓના સિદ્ધાંતોને ભૂલાવી દીધા.'

તેમણે જણાવ્યું કે 'પરંતુ જ્યારે ચૂંટણી આવે છે તો તેઓ તેમના નામનું રટણ કરવાનું શરુ કરી દે છે. ચૂંટણી આવવા પર તેઓ પોતાને ચાવાળા અને રામભક્ત કહેવા લાગે છે.' વિકાસ પર મોદીના દાવાઓ પર પ્રહાર કરતા પટેલે જણાવ્યું કે સામાજિક ક્ષેત્રોમાં ગુજરાત ફિસડ્ડી છે.

પટેલે દાવો કર્યો છે કે 'ગુજરાત સ્વાસ્થ્ય, શિક્ષા અને અન્ય સામાજિક ક્ષેત્રોમાં પાછળ થઇ ગયું છે. તેમના દુષ્પ્રચારના અનુસાર ગુજરાત નંબર એક પર છે, પરંતુ નીચેથી. જ્યાં સુધી વાત પ્રાથમિક શિક્ષણની છે ગુજરાત 28માં સ્થાન પર છે. '

English summary
Narendra Modi was not tea vendor but he was a canteen contractor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X