For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત આવશે બ્રિટન કમિશ્નર, મોદીએ કહ્યું 'દેર આયે દુરસ્ત આયે'

By Super
|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 11 ઑક્ટોબરઃ યુકે સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. યુકે સરકારે બ્રિટન કમિશનને ગુજરાત સાથે સંબંધો સુધારવા અંગે જણાવવામાં આવ્યું છે. ગુજરાત સાથે વ્યાપારિક તકોને વિસ્તારવા માટેના યુકે સરકારના પગલાને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આવકાર્યો છે.

મોદીએ ટ્વિટ કર્યું છે, " દેર આયે દુરસ્ત આયે હું ગુજરાત સાથેના મજબૂત સંબંધો અને સક્રિય જોડાણ માટે યુકેએ કરેલી પહેલને હું આવકારું છું."

યુકેના ડેપ્યુટી ફોરન મિનિસ્ટરે ગુજરાત અને યુકે વચ્ચેના વ્યાપારિક સંબંધોને ગાઢ બનાવવા અને સુધારવા માટે જણાવ્યા પછી મોદીની આ પ્રકારની પ્રતિક્રિયા આવી છે.

એક અહેવાલ અનુસાર ભારત સ્થિત યુકેના હાઇ કમિશ્નર જેમ્સ બેવન ગુજરાત આવશે અને રાજ્ય અને મોદી સાથે સંબંધો સુધારશે. નિવેદનમાં જણાવાયું છે કે યુકે વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિકાસ માટે ગુજરાત સાથે સક્રિય જોડાણ કરો અને સંબંધોને સુધારો.

વિદેશ મામલાના મંત્રાલયે પણ વિકાસની આ પહેલને આવકારી છે. ભાજપના પ્રવક્તાએ આ પહેલના આવકરતા કહ્યું છે કે, મોદી ક્યારેય એકલા નહોતા, ઘણી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કર્યું છે. યુકે તરફથી કરવામાં આવેલી જાહેરાત મહત્વની છે.

અહીં એ વાત નોંધનીય છે કે, મોદીએ છેલ્લે 2003માં યુકેની મુલાકાત લીધી હતી, પરંતુ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણોમાં મોદીની ભૂમિકાને લઇને ઉઠેલા સવાલોના કારણે તેમનો વિરોધ થયો હતો. જેના કારણે, 2005માં છેલ્લી ઘડીએ મોદના વીઝાને રદ કરી નાંખવામાં આવ્યાં હતા.

English summary
Chief Minister Narendra Modi on Thursday welcomed the move of the UK government to explore opportunities for ties with Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X