For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વધુ મતદાનની આંધી ભાજપને ઉખાડી ફેંકશે : અહેમદ પટેલ

|
Google Oneindia Gujarati News

ahmed patel
પાલનપુર, 15 ડિસેમ્બર: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીના રાજનૈતિક સલાહકાર અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે શુક્રવારે પાલનપુર નજીક છાપીમાં જાહેરસભા સંબોધી હતી. તેમણે કહ્યું કે, વધુ મતદાનના મામલે ભાજપ લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ વધુ મતદાનની આંધી ગુજરાતમાંથી ભાજપને ઉખાડી ફેંકશે અને તેનો ડર છે, માટે જુઠ્ઠાણા ફેલાવે છે.

તેમણે મુખ્યમંત્રીનું નામ લીધા વગર કહ્યું હતું કે, તમે વડાપ્રધાન થવા માટેની બીજાના મોઢે વાતો કરાવો છો. પરંતુ તમારા પક્ષ પાસે સત્તાવાર જાહેરાત કેમ નથી કરાવતા? તમારા પક્ષમાં વડાપ્રધાન બનવા લાઇન લાગી છે જેમાં લગ્ને-લગ્ને કુંવારા લાલકૃષ્ણ અડવાણીનો પહેલો નંબર છે. રાજબબ્બરે પણ કહ્યું હતું કે, ગુજરાતમાં જે વિકાસ દેખાય છે તે કેન્દ્રના નાણાંથી થયેલો છે.

સરક્રીક મુદ્દે પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ

વલણ ગામે સભામાં અહેમદ પટેલે કેન્દ્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતી ગુજરાત સરકારનાં રાજમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. સુજલામ સુફલામ, સાગર ખેડૂત જેવી અનેક યોજનાઓ પાછળ કરોડોનો ભ્રષ્ટચાર થયો છે. સિરક્રીકનો મુદ્દો ઉઠાવી ચૂંટણી પ્રચાર કરતાં મોદીનો પત્ર હજુ વડાપ્રધાનને મળ્યો નથી. ત્યારે પ્રજાને બેવકુફ બનાવવા પ્રચારમાં મુદ્દો લઇને પ્રજાને ગુમરાહ કરે છે.

English summary
Narendra Modi will out from Gujarat said Ahmed Patel in Palanpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X