સંઘ સુપ્રીમો મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાતે

mohan-bhagawat
અમદાવાદ, 7 નવેમ્બર: છારોડી ગુરુકુળ ખાતે મળેલા મહાસંમેલનમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આજે બુધવારે અમદાવાદ આવશે. સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણી ચેન્નાઇ ખાતે મંગળવારે સમાપ્ત થઇ છે હોવાથી ત્યાંથી જ સીધા અમદાવાદ આવવાના હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ અર્થ વિદ્યાલયના પરમાત્માનંદજી દ્વારા યોજાયેલા આચાર્ય મહાસંમેલનમાં ચાર સંપ્રદાયના આચાર્યપીઠના વડા હાજરી આપી રહ્યા છે. આ વાર્ષિક મહાસંમેલન સંપૂર્ણ બિનરાજકીય છે.

અને દેશમાં વધતી જતા હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિ પર થઇ રહેલા અત્યાચારો, ગૌવંશ સુરક્ષા, ગંગા શુધ્ધિકરણ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. મોહન ભાગવત ચેન્નાઇથી અમદાવાદ આવીને સંઘ કાર્યાલય હેગડેવાર ભવન પણ જશે. જ્યાં સંઘના અગ્રણી બિમાર દામલેજીના ખબરઅંતર પુછશે. આ સંમેલનને અનુલક્ષીને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવિણ તોગડિયા પણ આવતીકાલે અમદાવાદ આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X