Mohan Bhagwat : મોહન ભાગવત આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે
Mohan Bhagwat : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક શ્રી મોહન ભાગવત આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં સંઘ સંબંધિત અને અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.

ભાગવત આજે અમદાવાદમાં સંઘના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. સૂત્રો અનુસાર, તેઓ શહેરના હેડગેવાર ભવન ખાતે સંઘના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને સંગઠનની પ્રવૃત્તિઓ અંગે સમીક્ષા કરશે. સંઘના કાર્યકર્તાઓ માટે આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મોહન ભાગવત ગાંધીનગરની મુલાકાત લેશે. ત્યાં તેઓ જૈન ધર્મના મહાન સંત અને તપસ્વી આચાર્ય મહાશ્રમણજી સાથે સૌજન્ય મુલાકાત કરશે. બંને વચ્ચેની આ મુલાકાત ધાર્મિક અને સામાજિક વિષયો પર ચર્ચા માટે મહત્ત્વની બની રહેશે.
આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન મોહન ભાગવતજી ગુજરાતમાં સંઘની ગતિવિધિઓ અને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંગે પણ માહિતી મેળવશે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
