હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન બન્યા
હસમુખ પટેલની જગ્યાએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન પદે મોના ખંધારની નિમણૂક કરવામાં આવી છે.
મોના ખંધાર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ હતા અને હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

મોના ખંધાર 1996 ગુજરાત બેચના IAS અધિકારી છે. મોના ખંધારની નિમણૂક હસમુખ પટેલના રાજીનામાં બાદ થઈ છે. હસમુખ પટેલ ગુજરાતના 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે.
હવે હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક પહેલા તેમણે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે સેવા આપી છે અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જેવા મહત્ત્વના હોદ્દા સંભાળ્યા છે.












Click it and Unblock the Notifications
