ગુજરાત ચુંટણી: કડીમાં પૈસા ફેંકો તમાશા દેખો જેવી સ્થિતી

hitu-kanodia
કડી, 10 ડિસેમ્બર: ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લાની કડી વિધાનસભાની સીટ પર ભાજપે જાતિ અને ગ્લેમરનો એવો તડકો લગાવ્યો છે કે તેની આગળ વિરોધી મોંઢામાં આંગળા નાખી બેસી ગયા છે. કપાસની ખેતી માટે 'વ્હાઇટ સિટી' તરીકે ઓળખાતા કડીમાં પ્રવેશ કરતાં જ રસ્તાની બંને બાજુએ સંખ્યાબંધ કારખાના અને મીલો જોવા મળે છે. જે આ વિસ્તારની સમૃદ્ધિ દર્શાવે છે. અહીંના મકાનો અને બિલ્ડિંગો પણ કંઇક આવો જ ઇશારો કરે છે.

નવા સીમાંકનમાં આ સીટ અનુસૂચિત જાતિ માટે અનામત થઇ ગઇ છે. આ સીટ અનામત થતાં ગત વિધાનસભામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર અને શહેરી વિકાસ મંત્રી નિતિન પટેલને મહેસાણ સીટ પરથી મેદાને ઉતાર્યા છે. ભાજપે વિધાનસભાની આ સીટ પરથી ગુજરાતી સિનેમાના જાણીતા કલાકાર હિતૂ કનોડીયાને કડીની સીટ પરથી મેદાને ઉતાર્યા છે. કનોડીયા પરિવારનું ગોલીવુડમાં એકહથ્થુ વર્ચસ્વ રહ્યું છે.

બાળ કલાકારના રૂપમાં ફિલ્મી દુનિયામાં સફરની શરૂઆત કરનાર હિતૂ કનોડિયાના પિતા નરેશ કનોડીયા અને કાકા મહેશ કનોડીયા એક દસકા સુધી ગુજરાતી સિનેમા જગત પર વર્ચસ્વ રહ્યું છે. આટલું જ નહી ભાજપે ગ્લેમરની સાથે સાથે જ્ઞાતિવાદ સમીકરણનો પણ તડકો લગાવવામાં આવ્યો છે, જેથી તેમની જીત સુનિશ્વિત થઇ શકે. અનુસૂચિત જાતિના લોકો સાથે અહીં કડવા પટેલો પણ મોટી સંખ્યામાં છે. કનોડિયા પોતે અનુસૂચિત જાતિના છે જ્યારે પટેલ ભાજપની પરંપરાગત વોટબેંક છે. જેના કારણે નિતિન પટેલને ગત વિધાનસભાની ચુંટણીમાં જીત મળી હતી. વિધાનસભાની સુજાતપુરા ગામ રહેવાસી નારાયણ ભાઇ રબારી અનુસૂચિત જાતિના છે.

તેમનું કહેવું છે કે નાના બાળકને પણ ખબર છે કે નરેન્દ્ર મોદી ચુંટણી જીતશે અને ફરીથી મુખ્યમંત્રી બનશે. અમે બીજા કોઇને મત આપીને કેમ પોતાનું નુકસાન કરીએ. નરેન્દ્ર મોદીએ અહીં ઘણું કામ કર્યુ છે. કોંગ્રેસ આ વખતે રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે જ્યારે પરિવર્તન પાર્ટીએ અમૃત સેનમાને પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીએ પણ તેમના એક ઉમેદવારને મેદાને ઉતાર્યા છે.

કડીમાં 30 ટકા વોટ તો દારૂ અને પૈસા ખર્ચનાર મેળવે છે. અહીં પૈસા ફેંકો તમાશા દેખો જેવી સ્થિતી છે. કોંગ્રેસના ઉમેદવારના ગરીબ છે, જ્યારે કનોડિયા પૈસાવાળા છે. આ ઉપરાંત તે ગુજરાત સિનેમા જગતના હિરો છે. કડીના સ્થાનિક રહીશોનું માનવું છે કે હિતૂ કનોડીયા ચુંટણી જીતશે તે નક્કી છે. તેમની પોતાની એક આગવી ઓળખ છે. આ સાથે મોદીનો જાદૂ છવાયેલો છે. તેમજ જ્ઞાતિવાદનું સમીકરણ પણ તેમના પક્ષમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X