Monsoon withdrawal : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય જલ્દી, હવામાન વિભાગે તારીખ જાહેર કરી
Monsoon withdrawal : આગામી સપ્તાહથી ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે એવી આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે.
સામાન્ય રીતે રાજ્યમાંથી ચોમાસું ૨૫ સપ્ટેમ્બરની આસપાસ વિદાય લેતું હોય છે પરંતુ આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં વહેલું વિદાય લઈ શકે છે.

ચોમાસાની વિદાયની શરૂઆત સૌથી પહેલા કચ્છથી થશે અને ત્યારબાદ તે ધીમે ધીમે ઉત્તર અને મધ્ય ગુજરાતમાંથી પસાર થઈને છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી વિદાય લેશે.
આ વહેલી વિદાયને કારણે આ વર્ષની નવરાત્રિમાં વરસાદ થવાની સંભાવના ઘણી ઓછી છે, જે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે.
જો કે, હવામાન વિભાગે ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ એક નાનો રાઉન્ડ હોઈ શકે છે અને તે ચોમાસાની વિદાયની પ્રક્રિયાને ખાસ અસર કરશે નહીં.
ચોમાસાની વહેલી વિદાયને કારણે ખેડૂતોને રાહત મળી શકે છે. મોટાભાગના ખેડૂતોનો પાક લણણી માટે તૈયાર થઈ ગયો છે, જેથી તેમને વધારે નુકસાન થવાની શક્યતા ઓછી છે.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે, જેથી ખેડૂતો અને નાગરિકોને રાહત મળી છે. હવે ચોમાસાની વહેલી વિદાય સાથે શિયાળાની શરૂઆત પણ વહેલી થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
