Monsoon withdrawal : ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય શરૂ થઈ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Monsoon withdrawal : ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે સત્તાવાર રીતે ચોમાસાની વિદાયની જાહેરાત કરી છે.
ચોમાસું સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરે પરત ફરતું હોય છે પરંતુ આ વર્ષે ચાર દિવસ વહેલું વિદાય લઈ રહ્યું છે. આગામી 2-3 દિવસમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતના વધુ વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરી જશે.

હવામાન વિભાગ અનુસાર, અત્યારે ચોમાસાની વિદાય રેખા ભટિંડા, ફતેહાબાદ, પિલાની, અજમેર, ડીસા અને ભુજ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે.
બીજી તરફ પૂર્વ વિદર્ભ અને તેની આસપાસના વિસ્તાર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના કારણે આગામી 24 કલાકમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અને દાદરા અને નગર હવેલી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગે 22 સપ્ટેમ્બર સુધીની આગાહીમાં જણાવ્યું છે કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં સૂકું વાતાવરણ રહેશે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત, 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આ ચેતવણીમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
