બગદાણા કેસમાં મોરારી બાપુની એન્ટ્રી, જાણો શું કહ્યું?
ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયા પરના હુમલા બાદ સર્જાયેલા વિવાદ અને સમાધાનની અફવાઓ પર મોરારીબાપુએ સ્પષ્ટતા કરી છે.
બગદાણાના સેવક બાલધિયા દસ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા, જ્યાંથી તેમને તાજેતરમાં રજા અપાઈ છે. આ ઘટનાને પગલે કોળી સમાજ ન્યાય માટે વિરોધ પ્રદર્શનો કરી રહ્યો છે.

આ દરમિયાન નવનીત બાલધિયા હોસ્પિટલમાં હતા ત્યારે તેમની બાજુમાં જયરાજ સાથે મોરારીબાપુ દર્શાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. આ તસવીર સાથે જ મોરારીબાપુએ સમગ્ર કેસમાં સમાધાન કરાવ્યું હોવાના દાવા કરતી પોસ્ટ્સ વહેતી થઈ હતી.
આ વાયરલ પોસ્ટ અંગે મોરારીબાપુએ બિહારમાં કથા દરમિયાન વ્યાસપીઠ પરથી ખુલાસો કર્યો અને કહ્યું કે, હું નવ દિવસથી કથા અહીંયા કથા વાંચી રહ્યો છું, ત્યારે કોઈએ મોરારીબાપુનો ફોટામાં દર્શાવ્યું કે હોસ્પિટલમાં ખબર અંતર પૂછી રહ્યો હોય તેવું ફોટામાં દર્શાવ્યું છે. અને હું કોઈનું સમાધાન કરાવી રહ્યો હોય તેવું પોસ્ટમાં દર્શાવવામાં આવ્યું છે.”
તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, દુનિયા શું કરી રહી છે કે હું અહીંયા છું અને મારા ફોટાઓ બનાવી મને બીજા દર્શાવી રહ્યા છે. મોરારીબાપુએ ભારપૂર્વક જણાવ્યું કે, તેઓ નવ દિવસથી બિહારમાં છે અને હોસ્પિટલમાં હાજર નહોતા.












Click it and Unblock the Notifications
