કોરોના વાયરસ ચીનથી આવ્યો, વધુ દિવસ નહિ ટકેઃ મોરારી બાપૂ

મોરારી બાપૂએ કહ્યુ કે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકશાન નહિ કરે કારણકે ચીનથી આવ્યો છે.

મોરારી બાપૂએ કહ્યુ કે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકશાન નહિ કરે કારણકે ચીનથી આવ્યો છે. બધા જાણે છે કે ચીનનો સામાન ટકાઉ નથી હોતો, તે ઓછો જ ચાલે છે. મોરારી બાપૂએ ગુરુવારે પ્રયાગરાજમાં કથા દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યુ કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી. તમે આનાથી ના ગભરાવ, આ ચીનનો સામાન છે. ચીનનો કોઈ સામાન ટકાઉ નથી હોતો, આ બિમારી પણ બહુ દિવસ સુધી ટકી નહિ શકે.

ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે મોરારી બાપુએ આ કહ્યુ

ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે મોરારી બાપુએ આ કહ્યુ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે પણ મોરારી બાપૂએ કટાક્ષ કર્યો. ટ્રમ્પે ભારત આવતા પહેલા કહ્યુ હતુ કે 70 લાખ લોકોની ભીડ તેમનુ સ્વાગત કરશે. આના પર બાપૂએ કહ્યુ, ડોનાલ્ડ ટ્રમ્પ 70 લાખની ભીડ ઈચ્છતા હતા પરંતુ ભીડની સંખ્યા એક લાખ જ હતી. એક અમેરિકી ડૉલરના 70 રૂપિયા થાય છે, આ હિસાબથી એક લાખની ભારતીય ભીડ પણ 70 લાખ સમાન થઈ. તમને જણાવી દઈએ કે ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. ભારતમાં પણ આના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 30 કેસમાં ભારતના અલગ અલગ શહેરમાં કોરોના આવ્યા છે. ત્યારબાદ સરકારે એલર્ટ રહેવાની વાત કહી છે. ગુરુવારે સંસદમાં પણ કોરોના વાયરસનો મુદ્દો ઉઠાવ્યો છે.

કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા

કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા

ગુરુવારે આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસ વિશે રાજ્યસભામાં નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે 4 માર્ચ સુધી દેશમાં કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ બધાને ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસ(કોવિડ 19)થી ઉત્પન્ન સ્થિતિ અને ભારત સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહેલા પગલાં પર રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ઈટલીથી આવેલ પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત છે.

હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ

હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ

તમને જણાવી દઈએ કે આ વાયરસથી દુનિયાભરના 3000 લોકોના જીવ જઈ ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિના કારણે તે આ વખતે હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X