For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Morbi bridge collapse: હાઈકોર્ટે આપ્યો ગુજરાતના બધા પુલોનો સર્વે કરવાનો, વળતર માટે નીતિ બનાવવાનો આદેશ

ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલ પર બનેલી ગોઝારી ઘટના પર આજે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની બરાબર ઝાટકણી કાઢી.

|
Google Oneindia Gujarati News

Morbi bridge collapse: ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર બનેલા ઝુલતા પુલ પર બનેલી ગોઝારી ઘટના પર આજે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની બરાબર ઝાટકણી કાઢી. હાઈકોર્ટે કહ્યુ કે વ્યવસ્થા ઠીક નહોતી અને દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ લોકોને અપાતુ વળતર પણ ઓછુ છે. વળતર પૂરતુ હોવુ જોઈએ અને તેની ચૂકવણી કરવી પણ સમયની માંગ છે. કોર્ટે રાજ્યને વિગતવાર સોગંદનામુ દાખલ કરવા અને વળતર માટે નીતિ ઘડવાનુ પણ કહ્યુ છે.

guj HC

હાઈકોર્ટે રાજ્યના તમામ બ્રીજનો સર્વે કરવાનો પણ આદેશ આપ્યો છે. આ સિવાય હાઈકોર્ટની બેંચ કહે છે કે રાજ્યના પુલ યોગ્ય સ્થિતિમાં છે તેની ખાતરી કરો. હાઈકોર્ટે તમામ બ્રીજની યાદી માંગી છે જેમાં એ ઉલ્લેખ કરવામાં આવે કે તેમાંથી કેટલા સમાન સ્થિતિમાં છે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પ્રમાણિત રિપોર્ટ હોવો જોઈએ અને તેને હાઈકોર્ટ સમક્ષ મુકવાની જરૂર છે. વળી, ગુજરાત હાઈકોર્ટે વળતર આપવા મામલે રાજ્ય સરકારને ફટકાર લગાવી અને કહ્યુ કે મૃતકોના સંબંધીઓને જે વળતર આપવામાં આવ્યુ છે તે ઓછુ છે. હવે આ અંગે નીતિ ઘડવાનુ કહેવામાં આવ્યુ છે.

English summary
Morbi bridge collapse news: Gujarat HC ordered to survey all the bridges in Gujarat, to formulate a policy for compensation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X