Morbi Bridge Collapse: મોરબીમાં 5 દિવસ બાદ બંધ થઈ રાહત અને બચાવ કામગીરી, જાણો અપડેટ
મોરબી પુલ દૂર્ઘટનાના પાંચ દિવસ પછી હવે રાહત અને બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
Morbi Bridge Collapse: મોરબી પુલ દૂર્ઘટનાના પાંચ દિવસ પછી હવે રાહત અને બચાવ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યુ કે મચ્છુ નદી પરના 143 વર્ષ જૂના પુલ પર બનેલી દૂર્ઘટનાના પાંચ દિવસ બાદ ગુરુવારની રાતે રેસ્ક્યુ અને સર્ચ ઑપરેશન બંધ કરી દેવામાં આવ્યુ છે. રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ કે હવે કોઈના ગુમ થયાની જાણ નથી માટે બચાવ કામગીરી બંધ કરવામાં આવી છે. સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન પૂર્ણ થઈ ગયુ છે. ત્યાં કોઈ ગુમ વ્યક્તિ બાકી નથી. તેથી તમામ તપાસ એજન્સીઓ સાથે ચર્ચા કર્યા પછી સર્ચ ઑપરેશન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે.' તમને જણાવી દઈએ કે આ દૂર્ઘટનામાં 135 લોકોના મોત નીપજ્યા છે.

દૂર્ઘટનામાં 135 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ
ઉલ્લેખનીય છે કે 30 ઓક્ટોબર, રવિવારના રોજ મોરબી શહેરમાં ઝુલતો પુલ ધરાશાયી થતાં ઓછામાં ઓછા 135 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ (ભારતીય કોસ્ટ ગાર્ડ), ભારતીય નૌકાદળ અને NDRF સાથે સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય એજન્સીઓએ મોરબી બ્રિજ તૂટી પડવાના સ્થળે શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. જે પાંચ દિવસ સુધી ચાલ્યુ હતુ.
પ્રધાનમંત્રી મોદીએ લીધી મુલાકાત
આ પહેલા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતના મોરબીની મુલાકાત લીધી હતી. PM મોદીએ મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે રાજભવન, ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. ગુજરાત સરકારે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી છે અને અધિકારીઓને દુર્ઘટનાથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ આપવા જણાવ્યુ છે.
નવમાંથી પાંચ આરોપી હજુ ફરાર
મોરબી અકસ્માતના નવ પૈકી ચાર આરોપીની ધરપકડ કરી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. પાંચ હજુ ફરાર છે. ગુજરાત પોલીસે પુલ તૂટી પડવાની દુર્ઘટના માટે પ્રાથમિક તપાસમાં જવાબદાર ઓરેવા કંપનીના નવ લોકો સામે IPCની કલમ 304 અને 308 (બિન ઈરાદાપૂર્વકની હત્યા) હેઠળ FIR નોંધી છે. પોલીસ કસ્ટડીમાં ચાર વ્યક્તિઓમાંથી બે ઓરેવા કંપનીના મેનેજર છે. જેણે સાત મહિનાની સમારકામની કામગીરી બાદ પુલને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો હતો અને અન્ય બે બાંધકામ કૉન્ટ્રાક્ટર છે.












Click it and Unblock the Notifications
