For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની મુલાકાત પહેલા મોરબી સિવિલ હૉસ્પિટલ ચમકાવી પરંતુ ઉતાવળમાં રહી ગઈ આ ભૂલ

પીએમ મોદીની આ મુલાકાત પહેલા હૉસ્પિટલમાં પૂરજોશમાં તૈયારીઓને અંજામ આપવામાં આવ્યો. પરંતુ ઉતાવળમાં એક ભૂલ રહી ગઈ. આવો જાણીએ, વ્યસ્થામાં ક્યાં ચૂક રહી ગઈ.

|
Google Oneindia Gujarati News

મોરબીમાં મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તૂટી પડવાને કારણે 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ દૂર્ઘટનામાં ઘાયલોના ખબર પૂછવા માટે પીએમ મોદીએ મોરબીની સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની આ મુલાકાત પહેલા હૉસ્પિટલમાં પૂરજોશમાં તૈયારીઓને અંજામ આપવામાં આવ્યો. રંગરોગાનથી માંડીને નવા બેડ સુધીની બધી વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ ઉતાવળમાં એક ભૂલ રહી ગઈ. આવો જાણીએ, વ્યસ્થામાં ક્યાં ચૂક રહી ગઈ.

morbi

બે દિવસ પહેલા રવિવારે મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ અચાનક ધરાશાયી થયો હતો. અકસ્માત સમયે તેના પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા. જેમાં 135 લોકોના મોત થયા હતા. ગુજરાત સરકારે આ દુ:ખદ ઘટના પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ દિવસે ગુજરાતમાં રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે. મંગળવારે સાંજે PM મોદીની અધ્યક્ષતામાં મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે બાદ બીજા દિવસે મંગળવારે તેઓ મોરબીની સરકારી હૉસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઘાયલોની ખબર પૂછી હતી. ત્યારબાદ તેઓ મોરબીની એસપી ઑફિસમાં ગયા હતા જ્યાં તેમણે અધિકારીઓ સાથે ઘટના અંગે અપડેટ્સ લેવા સાથે આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરી હતી. આ પહેલા તેઓ અકસ્માતમાં જીવ ગુમાવનારા પરિવારોને મળ્યા હતા.

મોરબી સિવિલ હૉસ્પિટલમાં પીએમ પહોંચ્યા પહેલા દર્દીઓને નવા બેડ પર ખસેડવામાં આવ્યા હતા. મોરબી સિવિલ હૉસ્પિટલના એક વોર્ડના આઠ દર્દીઓ પૈકી બે દર્દીઓને પીએમના આગમન પહેલા અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. નવા પલંગ પર લિનનના કાપડની પથારીઓ પાથરવામાં આવી હતી. હૉસ્પિટલમાં આ તૈયારીઓ આખી ચાલી. સરકારી દવાખાનામાં રાત્રે ચાર નવા વૉટર કુલર લગાવવામાં આવ્યા હતા. પરંતુ ઉતાવળમાં ઘણી ખામીઓ રહી ગઈ હતી. નવા ચારમાંથી એક કુલરમાં ન તો પાણી હતુ કે ન તો તેને વીજળીનુ જોડાણ આપવામાં આવ્યુ હતુ.

વળી, જામનગરની હૉસ્પિટલમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના બહારના ભાગને ફરીથી રંગવા માટે ઓછામાં ઓછા 40 કામદારો રાત્રે કામે લાગ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘાયલ સ્વજનોની સંભાળ લેતી એક મહિલાએ કહ્યુ, 'આ બધુ દેખાડા માટે છે. વૉટર કુલર અહીં પહેલા નહોતુ.' જ્યારે અન્ય એક મહિલાએ જણાવ્યુ હતુ કે, 'હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ છે. મોરબી અકસ્માતનો ભોગ બનેલા લોકોને અહીં લાવવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી અહીં આવશે તેવી અપેક્ષા હતી.'

આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા સવાલ

મનીષ સિસોદિયાએ લખ્યુ, 'જો ઘરમાં કોઈનુ મૃત્યુ થાય, તો શું રંગરોગાન કરાવવાનુ હોય? હૉસ્પિટલની અંદર 134 મૃતદેહો પડ્યા છે અને હૉસ્પિટલને રંગવાનુ કામ ચાલી રહ્યુ છે.' વળી, આમ આદમી પાર્ટીએ ટ્વીટ કર્યુ કે, 'મોરબીની સિવિલ હૉસ્પિટલમાં રાતોરાત રંગરોગાન કરવામાં આવી રહ્યુ છે જેથી કાલે પીએમ મોદીના ફોટોશૂટમાં ખરાબ બિલ્ડિંગની પોલ ના ખુલી જાય.'

English summary
Morbi Civil Hospital painted overnight, new bed before PM modi visit, but this mistake was made.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X