ખેડૂતોએ મવડા નાબુદી કરવા રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

Subscribe to Oneindia News

મોરબી જિલ્લામાં મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ (મવડા) નાબુદી માટેની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રેલી વિરોધ નોંધાવ્યો હતો. મવડા માં બાકી રહેલ ત્રણ ગામો દ્વારા આજે મવડા નાબુદી અંગે રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

rally

રાજ્ય સરકારે 28 ઓગસ્ટ 2012 ના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ ની રચના કરવામાં આવી હતી. મોરબીમાં લાગુ કરવામાં આવેલ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ માં બાકી રહેલા ત્રણ ગામો માધાપર, વજેપર અને ત્રાજપર ગામના ખેડૂતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. અને મવડાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ રેલી કાઢી જીલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મવડા લાગુ કરવામાં આવ્યું ત્યારે મવડા માં 36 ગામનો સમાવેશ કરેલ બાદમાં ૩૩ ગામને મવડા માંથી દુર કરી માત્ર ત્રણ ગામનો જ સમાવેશ મવડામાં કરવામાં આવેલ હતો. જેથી આ ત્રણ ગામોને પણ મવડા માંથી દુર કરવામાં આવે અથવા અન્ય ગામોનો ફરી સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો.

English summary
Morbi:Farmers rallies and protests for the removal of Dismantling of money.Read here more.
Please Wait while comments are loading...