મોરબીમાં સિરામિક ફેક્ટરીમાં અકસ્માત, ફોર્કલિફ્ટની અડફેટે મહિલા શ્રમિકનું મોત
મોરબીમાં આવેલી એક સિરામિક ફેક્ટરીમાં કામકાજ દરમિયાન લોડરની અડફેટે આવતા એક શ્રમિક મહિલાનું કરુણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ફેક્ટરી પરિસરમાં કામ કરી રહેલા આ મહિલાને અચાનક ફોર્કલિફ્ટે જોરદાર ટક્કર મારતા તેઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મૃતક મહિલાના પતિએ આ મામલે લોડર ચાલકની બેદરકારીને જવાબદાર ઠેરવી છે અને તેની સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ફેક્ટરી પર દોડી આવ્યો હતો અને અકસ્માત અંગે પંચનામું કરી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
