પતિ, સાસુ-સસરાની આપઘાતની દુષ્પ્રેરણા આપ્યા બદલ ધરપકડ કરી

Subscribe to Oneindia News

મોરબી : મોરબીના શનાળા ગામે ચકચારી ઘટના બની હતી જેમાં એક પરણીતાની તેની બે પુત્રીઓની સાથે સળગેલી હાલતમાં લાશ મળી હતી. જોકે ઘટના સ્થળે પોલીસે તપાસ કરતા આરોપી પતિ, સાસુ -સસરા ઘટના બાદ ફરાર થઇ ગયા હતા. જોકે મોડી રાત્રે પોલીસ સ્ટેશન હાજર થતા પોલીસે ત્રણે આરોપીઓને પરણીતાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે મોરબીના શનાળા ગામ પાસે મોર ભગતની વાડી વિસ્તારમાં એક મકાનમાં શીતલ નામની પરણીતા પોતાની બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હતી.

morbi crime

આ બનાવ બાદ મૃતક શીતલના પરિવારજનો એ પ્રથમ પોતાની પુત્રીને સંતાન માં માત્ર બે દીકરીઓ હોવાથી પુત્ર પ્રાપ્તિની અપેક્ષા રાખનાર સાસરીયા ઓ એ મોતને ઘાટ ઉતરી દીધાના આક્ષેપ કર્યો હતો. મૃતક પરણીતાના ભાઈ અમરશીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પોતાની બહેનને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપ્યાની મૃતકના પતિ અને સાસુ સસરા વિરુધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ ના આધારે પોલીસ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. જોકે મોડી રાત્રે આરોપી સામેથી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઇ જતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પતિ દયારામ પરમાર, સાસુ શારદા પરમાર અને સસરા નરશી પરમાર આત્મહત્યા કારબા માટે દુષ્પ્રેરણા બદલ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

English summary
Morbi: In-laws and husband arrested for wife suicide case. Read more over here.
Please Wait while comments are loading...