મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ તમામ લોકોના મોત માટે જવાબદાર જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

સમાચારો અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે જામીન માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેની આ અરજી પર સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ સૂનાવણી કરશે.
જયસુખ પટેલની અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટીસ મોકલી છે. સરકારના જવાબ અને ત્યારબાદ બે જજોની બેંચ સુનાવણી કરશે. આ સિવાય આ કેસમાં પીડિતો તરફથી બે સિનિયર એડવોકેટ પણ હાજર રહેશે.
જણાવી દઈએ કે, મોરબીની આ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટનામાં જયસુખ પટેલની કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી.












Click it and Unblock the Notifications
